Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચના કુકરવાડા ગામમાં બેફામ બનેલા નશાનો વેપલો કરતાં તત્વો સામે સ્થાનિકો લાચાર…!!

Share

ભરૂચ તાલુકાનાં કુકરવાડા ગામમાં દારૂની ભઠ્ઠીઓ પુન: શરૂ થતાં આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા પોલીસ અધિક્ષક સમક્ષ લેખિતમાં આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

ભરૂચના કુકરવાડા ગામના મનીશકુમાર પટેલ અને અંબાલાલ પટેલ દ્વારા પોલીસ અધિક્ષકને પાઠવેલા પત્રમાં જણાવ્યુ છે કે કુકરવાડા ગામમાં અવારનવાર દેશી દારૂનું વેચાણ થાય છે. તથા ખુલ્લેઆમ દેશી દારૂની ભઠ્ઠી ધમધમે છે. દેશી દારૂનું વેચાણ થતું રહે છે. ગામમાં દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવવા રજૂઆત કરાઇ છે. તાજેતરમાં પોલીસ ખાતા દ્વારા ગામમાં મિટિંગ કરી દેશી દારૂના દૂષણને ડામવા માટેની કામગીરી કરવાને બદલે દારૂની ભઠ્ઠી ચલાવનારને ખાનગી રાહે પોલીસ ખાતું પ્રોટેકશન આપતું હોય છે. આથી અમારા ગામને દેશી દારૂના ભઠ્ઠાઓ બંધ કરવવા અમારા ગામના લોકોની માંગ છે.

Advertisement

અત્રે નોંધનીય છે કે ભરૂચના કુકરવાડા ગામે દેશી દારૂના ભઠ્ઠાઓ બંધ કરવાની અહીં લોકમાંગ ઉઠી છે. પરંતુ કોના ઇશારે પોલીસ ખાતું કોઈ કાર્યવાહી ન કરતાં અંતે ગ્રામજનોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી છે.


Share

Related posts

વાંકલ: માંગરોળના વડ ગામે સરધસ અને જાદુના ખેલ બતાવનારા જાદુગર સામે ગુનો નોંધાયો.

ProudOfGujarat

जरूरतमंद लोगो की मदत कर पर्यावरण की मदत कर रही है अमायरा दस्तूर।

ProudOfGujarat

નેત્રંગ તાલુકામાં ગરીબ-મધ્યમ અને મજુર વગૅને મોટાપાયે અનાજ કિટનું વિતરણ કર્યું .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!