મંગળવારે અદાલતનો હુકમ બાદ વડોદરા ગ્રામ્યના વરણામાં અને વડોદરા તાલુકા પોલીસ મથકની હદમાંથી ઝડપાયેલ વિદેશી શરાબનો જથ્થો કોટાલી ગામની ખુલ્લી જગ્યામાં નાશ કરવામાં આવ્યો હતો. વડોદરા એસ.ડીએમ. ડો. શ્રધ્ધાબેન મળી અને વડોદરા ડી.વાય.એસ.પી. સુદર્શનવાળાના માર્ગ દર્શન હેઠળ દારૂ નાશ કરવાની કામગીરી કરવામાં આવી હતી.
વડોદરા તાલુકા પોલીસ મથકની હદમાંથી સપ્ટેમ્બર 2020 થી 2021 દરમ્યાન ઝડપાયેલા 100 ગુનાનો રૂપિયા 90,81,965 ની કિંમતના શરાબના જથ્થાનું રોડ રોલર ફેરવી નાશ કરાયું હતું તેમજ વરણામ પોલીસ મથકના 57 ગુનામાં ઝડપાયેલા રૂપીયા 84,60,649ની કિંમતના દારૂનો જથ્થો નાશ કરાયો હતો. આમ કોટલી ગામની સીમમાં મંગળવારે વડોદરા ગ્રામ્યના વડોદરા તાલુકા અને વરણામ પોલીસ મથકના કુલ 157 ગુનામાં ઝડપાયેલા 83697 નંગ શરાબની બોટલો અને ટીન મળી કુલ રૂપિયા 1,75,42,614 નો જથ્થો નાશ કરાયો હતો.
વડોદરાના કોટંબી ગામ એ વરણામાં અને તાલુકા પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયેલ 1.75 કરોડની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો નાશ કર્યો.
Advertisement