Proud of Gujarat
INDIAFeaturedGujarat

નડિયાદ બ્રહ્માકુમારીઝ પ્રભુશરણમ ઓડિટોરીયમમાં ચિંતન બેઠક યોજાઇ.

Share

નડિયાદ બ્રહ્માકુમારીઝ પ્રભુશરણમ ઓડિટોરીયમમાં સવારે ૧૦ કલાકે પર્યાવરણ જાગૃત્તિના અભિયાનના ઉપલક્ષ્યમાં નિડયાદ શહેરની જુદી જુદી સંસ્થાઓ, કલબો, સંગઠનો તેમજ ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ સાથે ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુધારણામાં નોંધપાત્ર મુદ્દાઓની ચર્ચા વિચારણા કરી આવનારા દિવસોમાં ઉભી થનાર ગંભીર સમસ્યાઓના નિરાકરણ માટે સૌને જાગૃત્ત કરવાની આ ચિંતન બેઠકમાં ખુબ જ સુંદર રીતે જુદા જુદા પ્રશ્નોને સાંકળી લઇ પ્રોજેકટર સ્લાઇડ શો દ્વારા સૌને સમજ આપી હતી. પર્યાવરણના મુદ્દે ફોરેસ્ટ ઓફિસર ડો. શશીકુમારે તેમના અનુભવો અને પર્યાવરણ માટેની માવજત કેવી રીતે થાય જેનાથી આવનારા સંકટોને ટાળી તો ન શકાય પરંતુ હળવા કરી શકવાના ઉપાયો અને તેના માટેની જાગૃત્તિ કેવી રીતે લોકો સુધી પહોંચાડાય તેની સુંદર રીતે, મનનીય રીતે પોતાની આગવી શૈલીમાં છણાવટ કરી હતી. આ પ્રસંગે જળ એજ જીવન છે-એ અંગે મેહુલભાઇ પટેલે વિસ્તૃત માહિતી આંકડા સાથે દર્શાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. પાણીને લગતી નાનામાં નાની બાબતથી લઇ સરદાર સરોવર સાથે સાંકળી પાણીની મહત્તા અને તેની ઉપયોગીતા અંગે ઝીણવટભરી દસ્તાવેજી ચિત્રો તેમજ તવારીખો સાથે સૌ સમક્ષ રજુઆત કરી હતી.

જયારે સ્વચ્છતા અને પર્યાવરણને લગતી બાબતો અંગે શ્રી સંતરામ મંદિરના સંત સત્યદાસજી મહારાજે તેમના અનુભવો અને તેમણે કરેલ કાર્યવાહીની વિગતો સૌ સમક્ષ રજુ કરી હતી. ઉપરાંત સૌને આ મુદ્દે ગંભીર થવા અને આવનારી પેઢી માટે સતર્કતા અને સજાગ થવા અપીલ કરી હતી. બીજા તબક્કામાં નીતિન ઉપાધ્યાય દ્વારા રજૂ કરેલ ચર્ચા-વિચારણામાં હાજર પ્રતિનિધિઓએ બેઠક દરમ્યાન રજુ કરાયેલ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી પોતાના અભિપ્રાયો રજુ કર્યા હતા. જેને આવકારી તે તરફ ધ્યાન આપવામાં આવશે તેવી બાંહેધરી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા આપવામાં આવી હતી. આ પ્રસંગે સબઝોન સેન્ટર, નડિયાદના મુખ્ય સંચાલીકા પૂર્ણિમાદીદી, તથા સંતરામ મંદિર નડિયાદ (દેરી)ના સંત સત્યદાસજી મહારાજ, આનંદ આશ્રમના સ્વામી મુદીતવદનાનંદજી, અંબાશ્રામના ગોપાલ મહારાજ તેમજ ફોરેસ્ટ ઓફિસર ડો. શશીકુમાર (આઇએએસ) ખાસ ઉપિસ્થત રહી પર્યાવરણના કાર્યક્રમનું સુંદર સંચાલન બિપીનભાઇ પટેલે કર્યું હતું. જયારે કાર્યક્રમના સમાપનમાં હાજર સૌ પ્રતિનિધિઓને સંસ્થાના બ.કુસ્મિતાબેને પ્રતિજ્ઞા કરાવી હતી.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અમદાવાદ – સિવિલ હોસ્પિટલમાં આંખ આવવાના કેસો વધ્યા, એક જ સપ્તાહમાં 2300 થી વધુ કેસો

ProudOfGujarat

માંગરોળના વાંકલ મોસાલી માર્ગ પર ગડકાછ ગામે મૃત હાલતમાં દીપડો મળી આવ્યો.

ProudOfGujarat

સુરતના ગોજરા ગામે 108 ના સ્ટાફ દ્વારા સમય બગાડયા વગર ડિલિવરી કરાવીને માતા-પુત્રીનો જીવ બચાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!