અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AUDA)ની ટ્રાન્સપોર્ટ સર્વિસની બસોમાં નવી 50 ઇલેક્ટ્રિક બસોનો આવનાર સમયમાં સમાવેશ કરવામાં આવશે. આ બસો બી.આર.ટી.એસ.ના ધારા ધોરણ મુજબ દોડાવાશે. આ AMTSની ઈ- બસમાં પેસેન્જર ભાડા ઉપરાંત કન્સેશનમાં પણ BRTSમાં જે નિયમ લાગુ છે તે મુજબ જ આમા પણ એ જ નિયમ લાગુ રહેશે. આ માટેની દરખાસ્ત અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્પોર્ટ કમિટી આગળ મંગળવારે મુકવામાં આવી છે.
આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાન્સપોર્ટ સર્વિસના બજેટમાં નવી 50 ઇલેક્ટ્રિક બસની જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદ શહેર દિવસે દિવસે વધી રહ્યું હોવાથી હાલ એ.એમ.ટી.એસ.ની ચાલી રહેલી રૂટમાં ચલાવામાં આવતી બસોમાં વધારો જોવા મળી આવશે. આવનાર સમયમાં 50 નવી ઇલેક્ટ્રિક બસો પૈકી અલગ અલગ રૂટોમાં BRTS ના ધારા ધોરણ મુજબ અને ભાડા અને કન્સેશન સહીત યોજનાઓ જે હાલમાં બી.આર.ટી.એસ. બસમાં આપવામાં આવી રહી છે તે જ સુવિધા એ.એમ.ટી.એસ બસમાં પણ આપવામાં આવશે.
અમદાવાદમાં નવી આવી રહેલી બસના રૂટોના ફેરફાર કરવા સહીતના અન્ય નિર્ણય કરવા ટ્રાન્સપોર્ટ મેનેજર અને કમિટીના ચેરમેનને સત્તા આપવાની મંજૂરી માંગતી દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.