Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકાના મોટી કોરલ ગામમાં પૂર્વ પતિએ પૂર્વ પત્નીનું ગળે ટૂંપો આપી હત્યા કરતા ચકચાર.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મોટીકોરલ ગામે લગ્ન પ્રસંગે પોતાના પિતાના ઘરે આવેલ પૂર્વ પત્નીએ બીજા ફુલહાર કરી દીધેલા હોય તેની અદાવત રાખી તેણીના પૂર્વ પતિએ પૂર્વ પત્નીને દોરી વડે ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દેઈ પોતે ઝેરી દવા પી જવાનો નિષ્ફળ પ્રયાસ કરવાની બનેલ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર કરજણ તાલુકાના મોટીકોરલ ગામે રહેતી સરોજબેન નટુભાઈ માછીના બારેક વર્ષ પહેલાં પ્રથમ લગ્ન ભરૂચ તાલુકાના ઝનોર ગામે થયા હતાં. જેની ફલશ્રુતિ રૂપે તેણીને બે સંતાન હોવાનું કહેવાય છે. ત્યારબાદ સરોજબેનના પતિનું પાંચેક વર્ષ પહેલાં અવસાન થતાં તેણીની પોતાના પિયર મોટીકોરલ ખાતે રહેવા આવી ગઈ હતી. પિયરમાં ફળિયામાં રહેતાં પ્રકાશભાઈ ગોવિંદભાઇ માછી સાથે પ્રેમ સંબંધ બંધાતા સરોજબેનના ફુલહાર પ્રકાશભાઈ માછી સાથે થયા હતાં. પરંતુ અવારનવાર બંને વચ્ચે નાની નાની વાતોમાં ઝઘડો, મારામારી કરતાં હોય એક વર્ષ પહેલાં પ્રકાશભાઈ માછી સાથે સરોજબેને ફારગતી લઈ તેના છોકરાઓ સાથે પોતાના પિયરમાં રહેવા લાગી હતી. ત્યારબાદ સરોજબેનના આઠેક દિવસ પહેલા વડોદરા તરસાલી ખાતે રહેતા રાજેશભાઇ માછી સાથે ફુલહાર થયા હતાં. ગત તા.20 ના રોજ પોતાના પિયર મોટીકોરલ ખાતે લગ્ન પ્રસંગ હોય સરોજબેન પોતાના પતિ તેમજ બાળકો સાથે તરસાલીથી મોટીકોરલ આવી હતી. આજરોજ વહેલી સવારના ચારેક વાગ્યાના અરસામાં સરોજબેનનો ભાઈ પેશાબ કરવા ધરના વાડામાં જતાં વાડાની બહાર કોઇકનો છીંકવાનો અવાજ આવતા તપાસ કરતાં સરોજબેન છતી હાલતમાં જમીન ઉપર પડ્યા હતા અને તેણીનો પૂર્વ પતિ પ્રકાશભાઇ ગોવિંદભાઈ માછી માથાના ભાગે દોરી પકડીને બેઠો હતો. અને સરોજબેનના ભાઈને સરોજ મારી નહી તો કોઇની નહી હુ પણ ઝેર પી ને મરી જઇશ એટલે આજે તો તને પણ પુરો કરી દઇશ ” તેમ કહી તેના હાથમાં એક સળીયો જમણા હાથે સળીયો માર્યો હતો. અને મેં ઝેરી દવા પી લીધી છે હું જીવવાનો નથી તેમ કહેતો હતો. ત્યારબાદ મૃત હાલતમાં પડેલ સરોજબેનની નજીકમાં પૂર્વ પતિ પ્રકાશ માછી જમીન ઉપર પડેલો જોવા મળ્યો હતો. જે બાબતની પોલીસને જાણ કરતાં પોલીસ તેમજ 108 ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં. અને પૂર્વ પતિને સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો. જે બાબતે મરણ પામેલ સરોજબેનના ભાઈએ  ફરિયાદ નોંધાવતાં પોલીસે પૂર્વ પત્નીને ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દેવા બાબતે તેણીના પૂર્વ પતિ પ્રકાશભાઈ ગોવિંદભાઇ માછી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

યાકુબ પટેલ, કરજણ


Share

Related posts

કોરાનાની બીજી લહેરમાં રાજ્યના 7 જિલ્લાઓમાં 10 થી પણ ઓછા નવા કેસ નોંધાયા…જાણો વધુ.

ProudOfGujarat

નેત્રંગ, ડેડીયાપાડા, વાલિયા, અને ઝધડીયા તાલુકાનાં ખેડૂતોને જલ્દી ખાતર મળે તેવી ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ શેરખાન પઠાણએ માંગ કરી.

ProudOfGujarat

કરજણ – પાદરા માર્ગ પર ટ્રકમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી, ફાયર કર્મીઓએ આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!