Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તરીકે શામસિંગભાઈ પોહનાભાઇ વસાવાની બિન હરીફ વરણી કરાઇ.

Share

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉમરપાડાની ચૂંટણી અગાઉ ૨૦૧૯ માં થયેલ હતી તેની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં ૧૯૬૫ ના કાનૂન ૩૩(૧) તથા ૩૩(૨) હેઠળ મળેલ સત્તાની રૂએ ચેરમેનની ચૂંટણી કરવા માટે ચૂંટાયેલ ડિરેક્ટરોની બેઠક ધ્રુવિન પટેલ, જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ સુરતના અધ્યક્ષ સ્થાને આજરોજ મળી હતી.

એ. પી. એમ. સી. ઉમરપાડાના ચેરમેન પદ માટે શામસિંગભાઈ પોહનાભાઇ વસાવાના નામની દરખાસ્ત ફૂલસિંગભાઈ હિરજીભાઇ વસાવા દ્વારા કરવામાં આવી હતી. આ દરખાસ્તને નટવરભાઇ સોમાભાઇ વસાવા દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો. અન્ય ચેરમેનપદ માટે બીજી કોઈ દરખાસ્ત ન આવતા એ.પી.એમ.સી. ઉમરપાડાનાં ચેરમેન તરીકે શામસિંગભાઈ પોહનાભાઇ વસાવાને બિનહરીફ ચુંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. એ.પી.એમ.સી.નાં ડિરેક્ટરો દ્વારા પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવવામા આવી હતી.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

રાત્રી કરફ્યુનું પાલન કરાવવા ભરૂચ પોલીસ ફોર્સ મેદાનમાં, ઠેરઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, જાહેરનામા અને માસ્ક ભંગનાં ૩૦ થી વધુ ગુના નોંધાયા…!

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના પ્રાંકડ અને જુનીજરસાડ વચ્ચે માધુમતિ ખાડી પર પુલ બનાવવા માંગ.

ProudOfGujarat

નવસારી હાઈવે પર બાઈક સ્લીપ થતાં બે યુવકનું મોત નીપજયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!