Proud of Gujarat
GujaratFeaturedINDIA

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના મુદ્દે વિરોધ કરાશે.

Share

સૌરાષ્ટ્રની કારોબારી બેઠક કોંગ્રેસની પૂર્ણ કરવામાં આવી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી આગામી સમયમાં યોજાનાર કોંગ્રેસ દ્વારા આયોજિત સભાને સંબોધશે તેવી શક્યતાઓ છે. આ સભામાં રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી પણ હાજર રહે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રમાં રેલીનું આયોજન કરવામાં આવી શકે છે. 15 જુનના રોજ રોડ શોનું આયોજન સૌરાષ્ટ્રમાં કરવામાં આવશે અને સૌથી વધુ મુશ્કેલી આવી રહ્યો છે. ત્યારે ખેડૂતોને સરકાર ન્યાય નથી આપતી.

વિધાનસભા ચૂંટણીમાં 125 થી વધુ બેઠકો પ્રાપ્ત થશે. પાર્ટીમાં નારાજ હોય તો કોંગ્રેસને બોલવાનો અધિકાર હોવાની વાત પણ જગદીશ ઠાકોર દ્વારા કહેવામાં આવી છે. આવનારા દિવસોમાં રાહુલ ગાંધી અને દેશનું નેતૃત્વ સૌરાષ્ટ્રમાં જુદા-જુદા મુદ્દાઓને લઈને આગળ વધશે.

Advertisement

મુખ્ય ઉદ્દેશ્ય સૌરાષ્ટ્રમાં ખેડૂતો વાવાઝોડું હોય અતિવૃષ્ટિ હોય દુકાળ હોય કે એટલે કે આ પ્રકારના પ્રશ્નો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર આખા સૌરાષ્ટ્રમાં ખેડૂતના મુદ્દે ખૂબ હેરાન કરી રહી છે. તેમ જગદીશ ઠાકોરે કહ્યું હતું. બીજેપી ખેડૂતોને ન્યાય કરી શકી નથી, તેવું જગદીશ ઠાકોરે કહ્યું હતું. આ ઉપરાંત જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, સૌરાષ્ટ્રની અંદર પાણીની તંગી છે. શિક્ષણ અને આરોગ્યના મુદ્દાઓ છે. આ તમામ મુદ્દાઓને લઈને પેપર તૈયાર કરીને ટીમો બનાવીને એક ટાર્ગેટ નક્કી કરીને આગળ વધશે.

સત્યાગ્રહ આદિવાસી કાર્યક્રમ હાથમાં લીધો હતો તેમ 10000 ચોપાલ અને ખાટલા પરિષદ એ જ રીતે કિસાન પરિષદ યોજવામાં આવશે. બેઠકો અને કિસાનોની મોટી રેલીઓ થાય તે પ્રકારના કાર્યક્રમને આખરી ઓપ આપવાની ચર્ચા આ દરમિયાન કરવામાં આવી છે તેમને જગદીશ ઠાકોરે કહ્યું હતું.


Share

Related posts

અંકલેશ્વર ઇનરવ્હીલ કલબ ની મુલાકાત લેતા ડિસ્ટ્રિક્ટ ચેર પર્સન કલ્પના શાહ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નાના સાજા ગામ પાસે ડીસીએમ કંપનીના ટ્રેલર ટ્રકની કેબીન માં આગ લાગી

ProudOfGujarat

મહેમદાવાદમા આવેલ રેલ્વેના ગરનાળામા ભર ઉનાળે ચોમાસું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!