વડોદરા અલકાપુરી વિસ્તારમાં આવેલ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક ઓફ બરોડાનાં આઉટસોર્સ કર્મચારીઓ દ્વારા આજે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં બેંક ઓફ બરોડા કર્મચારી સંઘના પ્રમુખ મગનભાઈ પટેલ અને લેખરાજ ચંદાણી ડેપ્યુટી જનરલ સેક્રેટરી એ પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
આજે બેંક ઓફ બરોડા દ્વારા પડતર માંગણીઓને લઇને યોજાયેલા ધરણાનામાં કર્મચારી સંઘના પ્રમુખ મગન પટેલે જણાવ્યું હતું કે આજે બેંક ઓફ બરોડા દ્વારા ઝોનલ કચેરી અને પ્રાદેશિક કચેરીમાં સફાઇ કર્મચારીઓની આઉટસોર્સથી ભરતી કરવાની હોય આગામી સમયમાં કર્મચારીઓની ભરતી પણ આ રીતે કરવામાં આવે તો યોગ્ય નથી આથી બેંક ઓફ બરોડા દ્વારા આજે સવારે ૧૦ થી સાંજે 05:00 સુધી ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તમામ કેન્દ્રો પર આજે બેંક દ્વારા બંધ પાળવામાં આવ્યો છે પરંતુ અમારી માંગણીઓ નહીં સંતોષાય તો આગામી તારીખ 30 ના રોજ સંપૂર્ણપણે હડતાલ પાડવામાં આવશે. જ્યાં સુધી અમારી માંગ બેંક દ્વારા સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમો પીછેહટ નહિ કરીએ. આજે યોજાયેલા ધરણાના પ્રદર્શનમાં બેંક ઓફ બરોડાના કર્મચારીઓએ બેનર સાથે સૂત્રોચ્ચાર કરી આઉટસોર્સિંગ ભરતી કરવામાં આવતા સફાઈ કર્મચારીઓએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.
વડોદરાના અલકાપુરીમાં યુનાઇટેડ ફોરમ ઓફ બેંક ઓફ બરોડાનાં કર્મચારીઓએ ધરણા પ્રદર્શન કર્યું.
Advertisement