વલસાડ જિલ્લાના વાપીના મોરાઈ ખાતે એક ભંગારના ગોડાઉનમાં રાષ્ટ્રીય ધ્વજમાં, રામ ભગવાન અને મુસ્લિમના લખાણ વાળા કાપડમાં ભંગાર ભરી તેના પોટલાઓ બાંધનાર ભંગારીયા સામે હિન્દૂ સમાજના લોકોએ આક્રોશ ઠાલવી પોલીસને જાણ કરતા પોલીસે તમામ પોટલાં ખાલી કરી માન પૂર્વક રાષ્ટ્ર ધ્વજને એકત્ર કરી ભંગારીયા સામે કાર્યવાહી હાથ ધરી હતી.
વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલા મોરાઈ ફાટક પાસે એક ભંગારના ગોડાઉનમાં રાષ્ટ્રીય ધ્વજમાં ભંગાર બાંધેલા પોટલાં મળી આવતા દેશભક્તોની લાગણી દુભાઈ હતી. દેશ ભક્તોએ તાત્કાલિક વાપી ટાઉમ પોલીસને ઘટનાની જાણ કરતા વાપી ટાઉન પોલીસ તાત્કાલિક ભંગારના ગોડાઉન ખાતે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં સિલ્કના કાપડમાં 15 થી વધુ રાષ્ટ્રીય ધ્વજ, રામ ભગવાનના ચિત્ર સાથેના કાપડ અને મુસ્લિમ ધર્મના લખાણવાળા કાપડમાં ભંગારના પોટલા ગોડાઉનમાંથી મળી આવ્યા હતા. પોલીસે ભંગાર ગોડાઉન સંચાલકની અટકાયત કરી છે રાષ્ટ્રીય ધ્વજ ભંગારમાં પડેલી હાલતમાં હોવાની વાત વાપી અને અજુવાજુના વિસ્તારોમાં ફેલાતા હિન્દૂ સંગઠનના આગેવાનો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ વાપી ટાઉન પોલીસની ટીમને થતા વાપી ટાઉન PI સહિત કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
વલસાડ : મોરાઈ ખાતે ભંગારના ગોડાઉનમાં રાષ્ટ્રીય ધ્વજમાં ભંગાર બાંધતા લોકોની લાગણી દુભાઈ.
Advertisement