Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : મેયર સહિત તમામ હોદ્દેદારોને આપવામાં આવેલા વાહનો પરત મેળવી ડિસ્ક્રીશન ગ્રાન્ટ બંધ કરવાની માંગ કરતા વિપક્ષી નેતા.

Share

પ્રજાના પૈસે કાયદા વિરુદ્ધ મોંઘી ગાડીઓ અને પેટ્રોલનો ધુમાડો કરતા ભાજપના ભ્રષ્ટ નેતાઓ દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ GPMC એક્ટ કાયદા વિરુદ્ધ અને ગેરકાયદેસર રીતે કર્યો છે. તેની રિકવરી અને કાયદાકિય પગલાં લેવા આ લીગલ નોટિસ આપ્યાથી GPMC એક્ટનું પાલન કરીને કમિશ્નર શાલિની અગ્રવાલ ડે.મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન,સત્તાધારી ભાજપના નેતા, સત્તાધારી ભાજપ પક્ષના દંડકને ગેરબંધારણીય સુવિધાઓ જેવી કે કાર, ડ્રાઈવર, ચા-નાસ્તાના વિવેકાધીન ખર્ચની તમામ સુવિધાઓ આજથી પરત લેવા જણાવવામાં આવે છે.

GPMC એક્ટ પ્રમાણે આ નેતાઓ આ સુવિધાના હકદાર નથી અને એમને આ પ્રકારની સુવિધાઓના ખર્ચ માટે રાજ્ય સરકારમાંથી પહેલા એડવાન્સમાં મંજૂરી મેળવવી પડે. જે આપે લીધેલ ન તાત્કાલિક તમામ સુવિધાઓ પરત ખેચવા જણાવવામાં આવે છે. નહીતર મ્યુનિ.કમીશ્નર શાલિની અગ્રવાલ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જવાબદાર ઠરાવવામાં આવશે.

ધી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ એક્ટ 1949 મુજબ: માનવેતન,ફી અને ભથ્થાં ક.૧૯-ક(A) માનવેતન, ફી અને ભથ્થાં : 1) રાજ્ય સરકારની પૂર્વમંજૂરી લઈને કોર્પોરેશન દરેક કાઉન્સિલરને કોર્પોરેશને આ કલમ મુજબ કરેલા નિયમોથી ઠરાવવામાં આવે તેવાં માનવેતન, ફી અથવા બીજા ભથ્થાં આપી શકશે. 2) કોર્પોરેશન પોતે નક્કી કરે તેટલી રૂ. ૩૦૦૦ થી વધારે ન હોય તેટલી ૨કમ આતિથ્ય ભથ્થાં તરીકે દર વર્ષે મેયરને સ્વાધીન રહેશે.
3) કલમ ૧૦ માં ગમે તે મજકૂર હોય તે છતાં, કોઈ કાઉન્સિલર ઉપરોક્ત પ્રમાણે કાંઈ પણ માનવેતન, ફી અથવા ભથ્થું મેળવે તે કોઈપણ વ્યક્તિને કાઉન્સિલર તરીકે ચૂંટાવા માટે અથવા કાઉન્સિલર તરીકે રહેવા માટે ગેરલાયક બનાવશે નહિ.

Advertisement

GPMC એક્ટમાં મેયર સિવાય ડે.મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન તથા શાસક પક્ષના નેતા, શાસક પક્ષના દંડક માટે ગાડી તથા અન્ય ચા પાણીના ખર્ચ માટેનું પ્રોવિઝન એક્ટમાં નથી. તેમ છતાં ડે.મેયર નંદા જોશી,સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ પટેલ તથા શાસક પક્ષ ભાજપના નેતા ચિરાગ બારોટ, શાસક પક્ષના દંડક અલ્પેશ લિંબાચિયા સૌ મોંઘી ગાડીઓ તથા ભરપુર ચા પાણી નાસ્તાની સુવિધાઓ વાપરી ભ્રષ્ટાચાર અને વિશ્વાસઘાત કરી પ્રજાના પૈસે મોટી ગાડીઓ ડીઝલ, પેટ્રોલનો ધુમાડો તથા લાલ લાઈટો, સાયરનો વગાડી વટ પાડી અને લીલાલહેર કરી રહયા છે. ભાજપના કાર્યકરોને કોર્પોરેશનમાં બોલાવી દરરોજ કોર્પોરેશનના ખર્ચે હજારો રૂપિયાના નાસ્તાની જ્યાફત ઉડાવી રહ્યા છે. જે કાયદા વિરુદ્ધ અને ગેરકાયદેસર છે અને આ ખર્ચ કોર્પોરેશનમાં પાડી શકાય નહીં. કોર્પોરેશનની સભામાં પણ દરખાસ્ત મંજુર કરે તો પણ GPMC એક્ટ એટલે કાયદાની વિરુદ્ધ ગણાય. કાયદેસર રીતે ચૂંટાયેલા પ્રતિનિધિ માટે કરાતા કોઈપણ ખર્ચાની ગૂજરાત સરકારની મંજૂરી લેવી પડે.

પ્રજાના ટેક્સના પૈસે ભાજપના હોદ્દેદારો કાયદા વિરૂધ્ધ મોંઘી ગાડીઓ અને પેટ્રોલનો ધુમાડો કરતાં હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ પક્ષના નેતા અમીબેન રાવતે જણાવ્યુ હતું કે જીપીએમસી એકટમાં મેયર સિવાય સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન,ડે.મેયર શાસક પક્ષના નેતા અને દંડક માટે ગાડી કે અન્ય ચા-નાસ્તાના ખર્ચની જોગવાઈ નથી. પાંચ હોદ્દેદારોના વાહનનું ઈંધણ , ડ્રાઈવર તેમજ ચા નાસ્તો મળીને રૂા . ૪૯.૧૨ લાખનો ખર્ચ.નેતાએ કાર્યકરોના કહેવાતા ચા – નાસ્તા બંધ કર્યા છતા ખર્ચમાં આગળ ! વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર સહિત શાસક પક્ષ ભાજપનાં પાંચ હોદ્દેદારોએ ગત એક વર્ષમાં ચા -નાસ્તા પાછળ રૂા. ૬.૪૯ લાખના ખર્ચ બાદ હવે આ હોદેદારોને ફાળવવામાં આવેલ ગાડીનો ઈંધણનો ખર્ચ ;રૂ .૯.૫૭ થયો હોવાની વિગતો પ્રકાશમાં દંડકની ગાડીનો ઉપયોગ પ્રજાના કામો માટે કે સંગઠનના ?

પાલિકાના પાંચ હોદ્દેદારોને ફાળવેલ વાહનોમાં દંડક ચિરાગ બારોટની ગાડી પાછળ ઈંધણનો ખર્ચ સૌથી વધુ થયો છે. ત્યારે દંડક ચિરાગ બારોટ લોકોના કામો માટે મેયર રોકડીયા કરતાં વધુ ફરે છે ? કે પછી ગાડીનો ઉપયોષ સંગઠનના હોદ્દેદારો કે સંગઠનના કામો માટે થાય છે.? તેવી ચર્ચા હવે ભાજપના કાર્યકરોમાં થઈ રહી છે. ત્યારે કોગ્રેસ પક્ષના નેતાએ એકટ વિરૂધ્ધ ડે. મેયર સહિત ચાર હોદેદારોને આપવામાં આવેલ વાહનો પાછા લઈને ડિસ્ક્રીશનની ગ્રાન્ટ બંધ કરવા માંગ કરી છે. નાણામાંથી મોઘી ગાડીઓ અને ચા નાસ્તા પાલિકામાં આ પાંચે હોદ્દેદારોના પાણી નાસ્તાની સુવિધાઓ વાપરી વાહનમાં ઈંધણ ડ્રાઈવર તેમજ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. વધુમાં રીપેરીંગ ઉપરાંત ડિસ્કીશનની ગ્રાન્ટ તેમણે કહ્યુ હતુ કે છેલ્લા એક વર્ષમાં એટલે ચા નાસ્તો મળીને એક વર્ષમાં મેયરની ગાડી પાછળ ઈંધણનો ખર્ચ ૪૯.૧૨ લાખનો ખર્ચ થયો છે. રૂ. ૨.૩૭ લાખ ડે.મેયરની ગાડીનો આમ એક વર્ષમાં ૫૦ લાખ જેટલો રૂ.૧.૩૦ લાખ સ્થાયી સમિતિના ખર્ચ પ્રજાના વેરાના નાણાંમાથી કર્યો ચેરમેનની ગાડીનો રૂા . ૧.૮૦ લાખ છે . જે કાયદા વિરૂધ્ધ છે.

ભાજપ પક્ષના નેતાની ગાડી પાછળ કાયદેસર રીતે ચૂંટાયેલા રૂ. ૧.૬૦ લાખ અને દંડકની ગાડી માટે કરાતા કોઈપણ વડોદરા કોર્પોરેશનના ભાજપના નેતા બન્યા બાદ અલ્પેશ લીમ્બીચીયા પાલિકા ખર્ચમાં મેયર કરતા આગળ કેવી રીતે ? તેવો ગણગણાટ ભાજપના કર્યકરોમાં થઈ રહ્યો છે. ખર્ચની મંજૂરી સરકારમાંથી લેવી પડે કોગ્રેસ પક્ષના નેતાએ ગુજરા સરકારના મુખ્ય સચિવ અને મ્યુનિ . કમિશનરને પગલાના કાયદા વિરૂધ્ધ ડે.મેયર સ્થાયી સમિતીના ચેરમેન અને શાસક પક્ષના નેતા તેમજ દંડકને ફાળવેલ ડિસ્કીશનની ગ્રાન્ટ બંધ કરવા અને ગાડીઓ પાછા લેવા માંગ કરી છે.


Share

Related posts

સુરત : કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મનીષભાઈ પરમારનો સન્માન વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

અમદાવાદ ઇન્દોર હાઇવે પર પોલીસે ટ્રકમાં લઈ જવાતો લાખોની કિંમતનો પોશડોડાનો જથ્થો ઝડપી પાડયો

ProudOfGujarat

સુરતમાં સરકારી અનાજનું કૌભાંડ, હરિયાણા-ગુજરાત સરકારી અનાજને ટ્રકમાં સગેવગે કરતો ચાલક ઝડપાયો, મુખ્ય આરોપી સહિત 4 વોન્ટેડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!