વડોદરામાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે વ્યસન મુક્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આજે વડોદરા રેલવે સ્ટેશન ખાતે સવારે ૯ થી ૧૨ સુધી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના બાળકો દ્વારા વ્યસન મુક્તિનો કાર્યક્રમ યોજાયો હતો.
બીજાના ભલામાં આપણું ભલું તેવું કહેતાં પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યું છે તે નિમિત્તે બાળકો દ્વારા વ્યસન મુક્તિ અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં વેકેશન દરમિયાન બાળકો ક્લાસીસ મોજ મસ્તી બધું જ છોડીને પ્રમુખસ્વામી મહારાજના કહેવા મુજબ વ્યસન મુક્ત ભારતનું નિર્માણ કરવા માટે બાળકો ઠેરઠેર શોપિંગ મોલ, દુકાનો, બજારોમાં અને રેલવે સ્ટેશન પર જઈને વ્યસનમુક્તિનો સંદેશો પાઠવે છે જે અંતર્ગત ચિત્ર પ્રદર્શન નારાઓ બોલીને બાળકો લોકોને વ્યસન મુક્ત બનવા માટેની અપીલ કરે છે.
Advertisement