Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં સિંધરોટ રોડ પર ઇકો કારમાં આગ ભભૂકી ઉઠતા ચાલકનું મોત.

Share

વડોદરાના સિંધરોટ રોડ પર ઇકો કારમાં અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કાર ચાલક આગની લપેટમાં આવતા બળીને ભડથું થઇ જતાં તેનું મોત નીપજયું હતું.

વડોદરાના સિંધરોટ રોડ પર વહેલી સવારે ઇકો કારમાં અચાનક આગ લાગી હતી. આ આગના બનાવમાં ઇકો વાહનનો ચાલક બળીને ભડથું થઇ ગયો હતો. આગ લાગવાની જાણ થતા વડીવાડી ફાયર બ્રિગેડના કાફલાને જાણ કરવામાં આવી હતી, તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોય તેવું માનવામાં આવ્યું છે. આ આગના બનાવના પગલે તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને એફઆઈઆર નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચના વાલિયા ખાતેથી ખેતરની વાડમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલસીબી પોલીસ

ProudOfGujarat

નેત્રંગ ની સરકારી વિનયક વાણિજ્ય કોલેજ બાહર વિધાર્થીઓનો હોબાળો, પોલીસ અને આગેવાનોએ દરમ્યાનગિરી કરી મામલો થાળે પાડ્યો

ProudOfGujarat

શહેરા: સાસરી પક્ષના સભ્યો એ પંચમા ૧૦ લાખ માગતા પુત્રએ આત્મહત્યા કરી હોવાના આક્ષેપ સાથે પિતાની શહેરા પોલીસ સ્ટેશનમા ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!