નડિયાદમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનો જુગાર રમતા બે શખ્સને એલસીબી પોલીસે ઝડપી પાડયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર માતરના એક ફાર્મહાઉસમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડવામાં આવતો હોવાની પોલીસને બાતમી મળેલ હોય જે બાતમીના આધારે દરોડો પાડતાં લખનઉ અને રાજસ્થાન રોયલ વચ્ચે ચાલતી ટાટા ટી-20 ક્રિકેટ મેચ પર રૂપિયાની હાર-જીતનો સટ્ટો રમાડતા બે શખ્સો (૧) દિવ્ય ઉર્ફે બિટ્ટુ કેતનકુમાર ગાંધી ઉ.વ-૨૮ રહે.અમદાવાદ, ૮૨૫/૬ સુર્યા ફલેટ, હજીરાની પોળ, રાયપુર ચકલા, અમદાવાદ (૨) નિશાંત ઉર્ફે મેગી રવિન્દ્રભાઇ પંચાલ ઉં.વ.૨૯ રહે, અમદાવાદ, આંબાવાડી, નિશાંત ફલેટ,સી ૨૦૨ અમદાવાદને પોલીસે ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા સ્થળ પરથી ઝડપી પાડયા છે તે આરોપીઓની અંગજડતીમાંથી મળી આવેલ રોકડ રૂ.૧૮૦૦/- તથા ચાર મોબાઇલ ફોન કિં રૂ.૪૦,૦૦૦/- તથા એક લેપટોપ ચાર્જર સાથે કિં.રૂ.૨૦,૦૦૦/- તથા એક ટી.વી. કિં.રૂ.૧૦,૦૦૦/- તથા એક સેટટોપ બોક્ષ કિં.રૂ.૧૦૦૦/- મળી કુલ કિં. રૂ.૭૨,૮૦૦/- નો ક્રિકેટ સટ્ટાનો જુગાર રમવાના સાધનો સાથે સ્થળ ઉપરથી ઝડપી પાડી જુગાર ધારા હેઠળની પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
નરેશ ગનવાણી : નડિયાદ