Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : સાયલાના દેવગઢ ગામની સીમમાં આવેલ વાડીમાં આકાશમાંથી વધુ એક ગોળો પડતાં લોકોમાં ભય.

Share

આકાશમાંથી રહસ્યમય ગોળો દેવગઢ ગામની સીમમાં આવેલ વાડીમાં મળી આવતા લોકોમાં કુતૂહલ જોવા મળ્યું. રહસ્યમય ગોળાને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. સુરેશભાઈ સાકરીયાની વાડીમાં રહસ્યમય ગોળો મળી આવતા સરપંચ સહિત પોલીસને જાણ કરવામાં આવી.

અવકાશમાંથી ગોળા વરસતા લોકોમાં આશ્ચર્ય સાથે કુતુહુલ સર્જાયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના દેવગઢ ગામમાં સુરેશભાઈ લાલજીભાઈ સાકરીયાની વાડીમાં ઉપર આભમાંથી ભેદી ગોળા વરસતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા આ ભેદી ગોળા જેવા પદાર્થને જોવા એમની વાડીએ દોડી ગયા હતા. ત્યારબાદ દેવગઢના સુરેશભાઈ લાલજીભાઈ સાકરીયા દ્વારા આ ઘટના અંગે સરપંચને જાણ કરી હતી અને લાગતા વળગતા સંબંધિત તંત્રને પણ જાણ કરવામાં આવી હતી. આ અંગે સાયલાના દેવગઢ ગામના સુરેશભાઈ લાલજીભાઈ સાકરીયાએ જણાવ્યું હતું કે મારી વાડીમાં આકાશમાંથી ગોળા જેવો પદાર્થ નીચે પટકાયા બાદ એને ખોલીને જોતા વાળના ગુચ્છા જેવો પદાર્થ જોવા મળ્યો હતો. આ ઘટના બાબતે સરપંચ સહિત લાગતા વળગતા તંત્રને પણ જાણ કરવામાં આવી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં બજેટને લગતી કામગીરી રદ્દ કરવા વિપક્ષે કરી માંગ.

ProudOfGujarat

ભરૂચ : કોરોનાનાં કારણે મેધરાજાનો મેળો અને છડીયાત્રાનાં કાર્યક્રમો રદ, ભકતો મેધરાજાનાં ઓનલાઈન દર્શન કરી શકશે જાણો વધુ.

ProudOfGujarat

કોળી ઠાકોર સમાજ બાબતે રાજુગીરી બાપુ દ્વારા કથિત વાણી વિલાસના વિરોધમાં કરજણ પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!