ખેડા જિલ્લામાં વીજ વપરાશમાં ધરખમ ઉછાળો આવ્યો છે. ઉનાળામાં એપ્રિલ મહિનાથી દૈનિક ૩.૨૪ લાખ યુનિટનો વીજ વપરાશ વધતાં જિલ્લામા દૈનિક ૮.૫૦ લાખ યુનિટનો વીજ વપરાશ થાય છે.
ખેડા જિલ્લામાં ઘરવપરાશના વીજગ્રાહકો ૪,૪૧,૪૨૧ છે. ગત ફેબ્રુઆરી માર્ચ ૨૦૨૨માં જિલ્લામાં સરેરાશ દૈનિક ૫૨૬૭૨૮ લાખનો વીજ યુનિટનો વપરાશ થયો હતો. જયારે એપ્રિલ માસના પ્રારંભથી જ ગરમીએ માજા મુકી છે. દરરોજ ગરમીનો પારો વધતો જાય છે. ગરમીના કારણે લોકો તેનાની રાહત માટે એસી, પંખા સહિત વીજ ઉપકરણોનો વપરાશ વધી ગયો છે. દૈનિક વીજ યુનિટના વપરાશમાં ધરખમ ઉછાળો આવ્યો છે. જિલ્લામાં ફેબ્રુઆરી-માર્ચમાં ૫૨૬૭૨૮ દૈનિક વીજ યુનિટ વપરાશ સામે એપ્રિલ માસથી દૈનિક ૮૫૦૭૮૧ વીજ યુનિટનો વપરાશ વધ્યો છે. શિયાળાની સરખામણીમાં ઉનાળામાં દૈનિક ૩૨૪૦૫૩ યુનિટનો વપરાશ વધુ થઇ રહ્યો છે.
Advertisement
નરેશ ગનવાણી : નડિયાદ