Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીનાં કાનપરાના પાટીયા નજીક કપાસ ભરેલ ટ્રકમાં આગ ભભુકી.

Share

લીંબડી અમદાવાદ હાઈવે પર કાનપરાના પાટીયા નજીક કપાસ ભરેલ ટ્રકમા ટ્રક ડ્રાઈવરનો સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા આગ ભભુકી ઉઠી હતી. માણાવદરથી કપાસની ગાંસડીઓ ભરેલી ટ્રક તામિલનાડુ જઈ રહી હતી. ત્યારે લીંબડી હાઈ-વે પર કાનપરાના બોર્ડ પાસે ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક રોડ નીચે ઉતરી વીજ પોલ સાથે અથડાતા કપાસની ગાંસડીમાં આગ લાગી હતી. ડ્રાઈવર અને ક્લીનર જીવ બચાવી ટ્રક બહાર નીકળી ગયા હતા.ઘટનાની જાણ થતાં લીંબડી નગરપાલિકા ઈસીઓ આર.બી.સાનિયા, એસઆઈ જગદીશ મકવાણા ફાયર બ્રિગેડની ટીમ સાથે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કપાસ બળીને ખાખ થઈ ગયો હતો તેમજ થોડા અંશે ટ્રકને બચાવી લેવામાં આવી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

રાજપીપળા : બોરીદ્રા શાળાના બે પ્રોજેક્ટ રાજ્ય કક્ષાએ રજૂ થયાં.

ProudOfGujarat

નડિયાદ : વડતાલધામમાં અગિયારસ નિમિત્તે ઓર્ગેનિક આમ્રફળનો અન્નકુટ ધરાવવામાં આવ્યો

ProudOfGujarat

નેત્રંગ પોલીસ મથક ખાતે નોંધાયેલ ગુનામા નાસતો ફરતો આરોપીને નેત્રંગ પોલીસે મોરમ્બા ખાતે થી ઝડપી પાડ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!