ભરૂચના દહેજ ખાતે અગાઉના ઝઘડાની અદાવતમાં ખૂન કરવાના ઈરાદે પિસ્તોલ તેમજ જીવતા કાર્ટીઝ લાવી ગુનાને અંજામ આપે તે પહેલાં જ લોકલ ક્રાઈમ બ્રાંચ નર્મદા ચોકડી ખાતેથી બે શખ્સોને ઝડપી પાડયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચમાં સામાજિક પ્રવૃત્તિઓને અટકાવવા માટે એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી કે ત્રણ ચાર દિવસ અગાઉ દહેજમાં બે જૂથ સામે સામે મારામારી થયેલ હોય અંગત તકરારમાં એક જૂથના લોકો એ ગુનાહિત ધમકી આપેલ હોય જે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાયેલ છે. ગુજરાત બહાર આ વ્યક્તિઓ દ્વારા પંજાબ તરફ હથિયારો લાવવા માટે ગયા હોય જે કેસની એલસીબી પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા વોચ ગોઠવી પંજાબથી આવેલ બે વ્યક્તિઓની નર્મદા ચોકડી ખાતે જ તલાશી લેતાં તેમને ટ્રાવેલિંગ બેગમાંથી પાસ પરવાના વગરની હાથ બનાવટની પિસ્તલ, હાથ બનાવટનો દેશી તમંચો તેમજ નવ જીવતા કાર્ટીઝ સહિત કુલ રૂપિયા 66,900 નો મુદ્દામાલ દિલપ્રિતસિંઘ ઉર્ફે મહોબતપ્રીત તથા અજયપાલસિંઘ પાસેથી મળી આવેલ હોય જે બંને યુવકોને એલસીબી પોલીસે નર્મદા ચોકડી પાસેથી ઝડપી લઇ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે તેમજ વોન્ટેડ આરોપી સુખપ્રીતસિંઘને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓને આગળની વધુ તપાસ અર્થે સી ડિવિઝન પોલીસને સોંપવામાં આવેલ છે. આ બનાવમાં એલસીબી પોલીસે સમયસૂચકતા વાપરી બાતમીના આધારે માનવ જિંદગીને બચાવી લીધેલ છે.
ભરૂચની નર્મદા ચોકડી ખાતેથી પિસ્તોલ અને દેશી તમંચા સાથે બે શખ્સોને ઝડપી પાડતી એલ.સી.બી.
Advertisement