વડોદરા મહાનગર પાલિકાના સભા શાખામાં માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ મુજબ વડોદરા મહાનગર પાલિકાના મેયર, ચેરમેન ડેપ્યુટી મેયર તેમજ નેતા સાશક પક્ષના નેતા દ્વારા માર્ચ 2021 થી માર્ચ 2022 સુધીમાં કેટલા નાણાંનો ચા નાસ્તો તેમજ બર્થ ડે સેલિબ્રેશનનો ખર્ચ કરવામાં આવ્યો છે તેની માહિતી માંગી હતી જેમાં વડોદરા મહાનગર પાલિકાના મેયર દ્વારા ૮૯,૧૭૨ /- રૂપિયા ડેપ્યુટી મેયર દ્વારા ૧,૩૦,૦૫૦/- રૂપિયા ચેરમેન દ્વારા ૨,૯૮,૩૧૩/- રૂપિયા અને શાસક પક્ષના નેતા દ્વારા ૧,૩૨,૦૧૯ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
હાલમાં જોવા જઈએ તો તમામ નાગરિકોને મોંઘવારી નડી રહી છે, બે ટંકનું જમવાની જગ્યાએ એક ટંકનું જમવાનું જમી રહ્યા છે. મોંઘવારીમાં કોઈ પણ રીતે પોતાના પરિવારનું ભરણપોષણ કરી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગર પાલિકાના શાસનમાં બેઠેલા શાસકો દ્વારા કુલ ટોટલ ૬,૪૯,૫૫૪/- રૂપિયા ચા પાણી નાસ્તામાં ખર્ચ કરી દીધો છે. બીજી બાજુ વડોદરા શહેરના નાગરિકોને પીવાનો સ્વચ્છ પાણી નથી મળતું. વડોદરા શહેરમાં સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઊડી રહ્યા છે. ગંદકીથી તળાવ ખદબદી રહ્યા છે, વિશ્વામિત્રી નદીની દુર્દશા છે આરોગ્યના નામે ફક્ત ઠાલા વચનો છે, નાગરિકોની સમસ્યાઓ ઉકેલાતી નથી સાથે નવાઈની વાત એ છે કે આ વડોદરા મહાનગર પાલિકાના શાસકો દ્વારા જે ચા પાણીનો નાસ્તાનો ખર્ચ કરવામાં આવ્યો છે તે કોઈ મોરચો લઈને આવેલા કે પછી સમસ્યા લઈને આવેલા માટે ચા-પાણી નાસ્તો નથી પરંતુ પોતાની રાજકીય પાર્ટીના આવતા તમામ લોકો અને અન્ય લાભ કરાવતા પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે તે ખર્ચ પર કાબૂ મૂકવામાં આવે તેવી સામાજિક કાર્યકર RTI એક્ટિવિસ્ટની માંગ છે.
વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા ચા નાસ્તા પેટે રૂપિયા 6,49,554 નો બેફામ ખર્ચ કરાયો.
Advertisement