નર્મદા જિલ્લા મા હાલ 42 ડિગ્રી ઊંચો તાપમાનનો પારો ચઢ્યો છે. જેમાં ધોમધખતા તાપમા કરતા શ્રમજીવીઓની હાલત કફોડી બની છે. હાલ નર્મદા સુગરના શેરડી કાપતા મજૂરો દ્વારા શેરડી કાપણીનું કામ ચાલી રહ્યું છે પણ તેમની આ કામગીરી સામે અસહ્ય ગરમી વિલન બનીને આડે આવી રહ્યો છે. આ વાત નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલના ધ્યાનમા આવતા માનવતાના નાતે મજૂરોમાટે શેરડી કાપવાનો સમય બદલી ઠંડા પહોરમાં વહેલી સવારે શેરડી કાપવાનુ અભિયાન શરૂ કર્યા મજૂરોને ગરમીમા રાહત મળી હતી. ત્યાર પછી ગરમીની સીઝનમા કામ કરતા મજૂરોના 10 જેટલાં જુદા જુદા વિસ્તારોમાં તેમની સાથે જાતે સ્થળ પર પહોંચી ગયા હતા. અને તેમના ખબર અંતર પૂછી 5000 થી વધુ વધુ ઠંડી છાસની તથા નાસ્તાનું વિતરણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે છાસ ગરમીમાં અકસીર હોય છે. ગરમીમાં શરીરનું તાપમાન જાળવી રાખે છે. જમ્યા પછી છાસનું સેવન સ્વાસ્થ્ય માટે પણ સારુ હોય છે
દીપક જગતાપ, રાજપીપલા