Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરાનાં વહિયાલ ગામ ખાતે માવતર ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો.

Share

આપણે ત્યાં એક કહેવત છે “પહેલું સુખ તે જાતે નર્યા ” એટલે કે માણસનું સ્વાસ્થ્ય સારું હોય તે સૌથી પહેલું સુખ છે. દરેક વ્યક્તિ સ્વસ્થ હોય તે દેશની ઉન્નતિ માટે જરૂરી છે. દરેક વ્યક્તિને પોતાની સારવાર કરાવવાની તક મળવી જોઈએ. તેના માટે સરકાર પુરા પ્રયાસો કરે છે. સાથે સાથે માવતર ટ્રસ્ટ જેવી સેવાભાવી સંસ્થાઓ અને રિધમ જેવી હોસ્પિટલો આગળ આવી નિદાન કેમ્પોનું આયોજન કરે છે તે આવકાર્ય છે. તેમ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ વાહિયાલ ખાતે માવતર ટ્રસ્ટ ઘ્વારા આયોજિત સર્વરોગ નિદાન કેમ્પમાં કહ્યું હતું.

માવતર ટ્રસ્ટ ઘ્વારા વડોદરાની રિધમ હોસ્પિટલના સહયોગમાં વાગરા તાલુકાના વાહિયાલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ સર્વરોગ નિદાન કૅમ્પનો શુભારંભ કરાવતા કહ્યું હતું કે ભાજપાની કેન્દ્રની સરકારે ભારતના ગરીબમાં ગરીબ વ્યક્તિને ગંભીર રોગ અથવા અકસ્માતમાં વિનામૂલ્યે રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર કરાવવાની તક મળે તે માટે આયુષમાન કાર્ડની યોજના બનાવી છે. આ કાર્ડ જનતા માટે આશીર્વાદરુપ છે. આ કાર્ડને વાગરા વિધાનસભા ક્ષેત્રમાં ઘર ઘર સુધી પહોંચાડવાનું અમારું અભિયાન ચાલી રહ્યું છે. જેમાં તંત્ર પણ સહયોગી બની રહ્યું છે. આમ જનતાના સ્વાસ્થ્યની ચિંતા કરી માવતર ટ્રસ્ટ અને રિધમ હોસ્પિટલ પણ મેડિકલ કેમ્પ કરી રહ્યા છે જે આવકાર દાયક છે તેમ કહી ધારાસભ્યએ માવતર ટ્રસ્ટના પ્રમુખ અજીતસિંહ રાજ અને તેમની ટીમની કામગીરીને બિરદાવી હતી.
સર્વરોગ નિદાન કેમ્પમાં વડોદરાની રિધમ હોસ્પિટલના તબીબ અને નર્સિંગ સ્ટાફે સેવા આપતા અંદાજે 250 જેટલા લોકોએ રસવ રોગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ સબજેલ ખાતેથી પેરોલ રજા પર ગયેલ અને પરત ન આવેલ કેદીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

સુરેન્દ્રનગર: લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી જીએસ કુમાર વિદ્યાલય ખાતે આજે NCC ના કેડેટને યુનીફોર્મ ,બેજનું વિતરણ કરાયું

ProudOfGujarat

ભરૂચ જિલ્લા માં 10 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો જાણો વધુ…???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!