બોડેલી એસટી ડેપોમાં ઊભેલી બસમાં ચડવા જતા યુવક અને યુવતીના બે મોબાઈલ અને એક પાકીટની ગઠીયાએ તફડંચી કરી હતી. પોલીસે ઘટના સ્થળે આવી બસને પોલીસ મથકે લઈ જઈને મુસાફરોની તપાસ કરવા માટે બે કલાક સુધી બસ રોકી રાખતા મુસાફરો હેરાન થઈ ગયા હતા.

કડાણાડેમથી ઉકાઈ તરફ જતી એસટી બસ બોડેલી એસટી ડેપોમાં આવી હતી અને વર્ક શોપમાં બસનું કામ પતાવી બસને પ્લેટફોર્મ પર લવાઈ હતી. તે દરમિયાન બસમાં મુસાફરી કરી રહેલા કેટલાક મુસાફરો બસમાંથી નીચે ઉતર્યા હતા અને ફરી બસમાં ચઢતી વખતે મુસાફરો પૈકી ૧ યુવતીએ મોબાઈલ અને પર્સ જ્યારે બીજા યુવકે મોબાઈલ ચોરી થયાનું કહ્યું હતું.
જે અંગે માંડવી તાલુકાના મોરીનની અંજનાબેન ચૌધરી નામની યુવતીએ મોબાઈલ અને પર્સ ચોરી થયાની ફરિયાદ કરી હતી. જ્યારે ધર્મેન્દ્ર તડવી નામના યુવકે મોબાઈલની ચોરી થયાની ફરિયાદ કરી હતી. વધુ તપાસ માટે બસને પોલીસ મથક લઈ ગયા અને મુસાફરોનું ચેકિંગ કરી બસને 2 કલાક રોકી રાખતા મુસાફરો ગરમીમાં હેરાન થઈ ગયા હતા. ત્યારે ચીલઝડપ કરનારો ગઠિયો ચોરી કરીને નાસી છૂટ્યો હતો.
ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર