Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત જિલ્લાના નવ તાલુકાના નવ ગામો તથા ત્રણ નગરપાલિકાઓ ખાતે સેવાસેતુના કાર્યક્રમો યોજાશે.

Share

જનસામાન્ય નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોનો સ્થળ પર ઉકેલ આવે, પ્રજાલક્ષી યોજનાઓનો લાભ ઘરઆંગણે મળી રહે તેવા આશયથી રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સેવા સેતુના આઠમાં તબક્કા હેઠળ સુરત જિલ્લામાં આવતીકાલ તા.૧૪/૦૫/૨૦૨૨ ના રોજ સવારે ૯.૦૦ થી ૫.૦૦ વાગ્યા દરમિયાન બારડોલી તાલુકાના બાલ્દા પ્રા.શાળા, કામરેજની ઓરણા પ્રા.શાળા, મહુવા તાલુકાના કરચેલીયા પ્રા.શાળા, પલસાણા તાલુકાના લીંગડ પ્રા.શાળા, ચોર્યાસીની સુવા પ્રા.શાળા, માંડવીની દેવગઢ ગામે, ઉમરપાડાના ચોખવાડા તથા ઓલપાડ તાલુકાના સાંધિયેર ગામે પ્રાથમિક શાળાઓમાં ખાતે સેવા સેતુ કાર્યક્રમો યોજાશે.

આ ઉપરાંત માંડવી નગરપાલિકા, બારડોલી નગરપાલિકાની મૈસુરીયા સમાજની વાડી તથા કડોદરા નગરપાલિકાના હોલ ખાતે રાજય સરકાર દ્વારા ૫૬ જેટલી વિવિધ યોજનાઓ જેમાં સાતબાર/આઠ-અ પ્રમાણપત્રો, વિધવા સહાય, આધારકાર્ડ, રાશનકાર્ડ, જાતિ પ્રમાણપત્રો, આયુષ્યમાન કાર્ડ, રેશનકાર્ડ સુધારા જેવી અનેક યોજનાઓના લાભોની અરજીઓનું સ્થળ પર નિરાકરણ કરવામાં આવશે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

રાજપીપળા અને ભરૂચમાં આવતીકાલે આદિવાસી એકતા સંમેલન યોજાશે.

ProudOfGujarat

સુરતનાં વરાછા વિસ્તારમાં નગર રચના અધિકારીની કચેરી ખાતે આવકનાં દાખલા માટે અરજદારોની લાંબી કતારો જોવા મળી હતી.

ProudOfGujarat

સુરતના લસકાણાથી કામરેજ વચ્ચેના મુખ્ય રોડ પર રખડતા પશુનો ત્રાસ, વાહન ચાલકોના સમયનો વેડફાટ સહિત હાલાકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!