ભાયલી ગામમાં બનેલ રોડમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે આત્મવિલોપનની ચીમકી આપનાર આધેડની કલેકટર કચેરીએથી અટક કરવામાં આવી હતી.
વડોદરા શહેરના છેવાડે આવેલ ભાયલી ગામે ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલા આરસીસી ના રોડમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેની યોગ્ય સ્તરે તપાસ થઈ નથી તેવા આક્ષેપો સાથે આત્મવિલોપનની ચીમકી આપનાર આધેડની શુક્રવારે સવારે પોલીસે કલેકટર કચેરીથી અટકાયત કરી હતી.
વડોદરા શહેરના છેવાડે આવેલ ભાઈલી ગામ ગ્રામ પંચાયત દ્વારા આરસીસી ના રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે કામગીરી અંતર્ગત મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેવા આક્ષેપ ભાયલી ગામમાં રહેતા ધીરુભાઈ મહિજીભાઈ પરમારે કર્યા હતા અને તેની રજૂઆત જે તે વિભાગમાં કરાઈ હતી તેમ છતાં ભ્રષ્ટાચારના આક્ષેપની યોગ્ય સ્તરે તપાસ ન કરવામાં આવતા ધીરુભાઈ પરમાર વડોદરા કલેકટર કચેરી આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી જે ચીમકીને લઈ સવારથી જ રાવપુરા પોલીસ મથકનો સ્ટાફ કલેકટર કચેરી નજીક ગોઠવાયો હતો દરમિયાન આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનાર ધીરુ પરમાર કલેકટર કચેરી આવતા તેની પોલીસે અટકાયત કરી હતી.