વડોદરાના પાણીગેટ વિસ્તારમાં પીવાનું ગંદુ પાણી વિતરણ થતાં મહિલાઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલા પાંજરીકર મહોળો સુથાર ફળીયામાં ગંદુ પાણી વિતરણ થતા મહિલાઓએ રોષની લાગણી વ્યક્ત કરી છે. વડોદરાના આ વિસ્તારમાં ઘણા સમયથી દૂષિત પાણી વિતરણ થઇ રહ્યું છે અનેક વખત આ વિસ્તારની મહિલાઓ દ્વારા સરકાર સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઇ પણ પ્રકારની સ્વચ્છ પાણી વિતરણની કામગીરી સરકાર દ્વારા કરવામાં ન આવતા આજે સુથાર ફળિયાની મહિલાઓએ થાળી વગાડી દૂષિત પાણી વિતરણના મુદ્દે વિરોધ પ્રદર્શિત કર્યો હતો, જો તેમની સમસ્યાનું સરકાર દ્વારા નિવારણ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આ મહિલાઓએ ઉચ્ચારી છે.
Advertisement