ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ઇનરવ્હીલ ક્લબ દ્વારા જરૂરિયાત મંદ મહિલાઓને વ્હીલચેરનું દાન કરવામાં આવ્યું હતું. મુખ્યત્વે જે મહિલાઓ ઘણા લાંબા સમયથી અપંગતા કે પગની તકલીફથી પીડાતી હોય તેઓને આ ક્લબ દ્વારા વિનામૂલ્યે વ્હીલચેર આપવામાં આવી હતી. આ પ્રસંગે ઇનરવ્હીલ ક્લબના સભ્યો તેમજ પ્રમુખ સંધ્યા મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા. અત્રે નોંધનીય છે કે અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં જરૂરિયાતમંદ દર્દીઓને વ્હીલચેરની આવશ્યકતા હોય છે પરંતુ ઘણી વખત તેઓ ખરીદી શકતા નથી અથવા તો તેઓને વ્હીલચેર ખરીદી શકાય તેવી આર્થિક પરિસ્થિતિ હોતી નથી આથી આજે આ ક્લબ દ્વારા અત્યંત મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી હોય જેમાં અનેક જરૂરિયાત મંદ મહિલાઓને વ્હીલચેર આપવામાં આવતા તેઓની ખુશીનો પાર રહ્યો ન હતો.
Advertisement