શિવરાજપુર ખાતે જીમીરા રિસોર્ટમાંથી ઝડપાયેલા હાઇ પ્રોફાઇલ જુગાર ધામના ગુનામાં આરોપી બનેલા માતર ભા.જ.પના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સામેત ૨૬ આરોપીઓને આજરોજ હાલોલ અદાલતના એડિશનલ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ પ્રેમ હંસરાજ સિંહ દ્વારા જુગાર ધારાની કલમો હેઠળ બે વર્ષ સખ્ત કેદની સજા ફટકારતો હુકમ કરતા આરોપી તરીકે હાજર રહેલા માતર ભા.જ.પ ના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીના સત્તાના નશાનુ હાસ્ય એકદમ ગાયબ થઇ જવા પામ્યુ હતુ. જોકે ખેડા જિલ્લાના માતર ભા.જ.પ.ના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને હાઈપ્રોફાઈલ જુગારના કેસમાં હાલોલ અદાલત દ્વારા બે વર્ષ સખ્ત કેદની સજા ફટકારી હોવાના ચુકાદાની જાણ સાથે ગુજરાતના સત્તાધારી ભા.જ.પ સરકારના રાજકીય મોરચે ગંભીર સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.!!
હાલોલ તાલુકાના શિવરાજપુર પાસે આવેલા વૈભવી જીમીરા રિસોર્ટમાં મહિલાઓની હાજરીમાં હાઇપ્રોફાઇલ જુગાર રમાઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે તારીખ 1.7.2021 ના રોજ ગોધરા એલ.સી.બી શાખાના પી.આઈ.ડી.એન.ચૂડાસમા એ જીમીરા રિસોર્ટને ધેરો ધાલીને કરેલ રેડમા 26 આરોપીઓ કે જેમાં સાત મહિલાઓ હતી આ તમામને જુગાર રમતા ઝડપી પાડયા હતા એમાં આરોપી તરીકે 18 નંબરના ઝડપાયેલા ચહેરો કોઈ જ સામાન્ય નહીં!! પરંતુ ખેડા જિલ્લાના માતરના ભા.જ.પ ધારાસભ્ય કેસરીસિંહ જેસંગભાઈ સોલંકી હોવાનું બહાર આવતાં ગુજરાતના રાજકારણમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો એમાં પોતાના ધારાસભ્ય કેસરી સોલંકીના બહાર આવેલા આ કરતુકોથી સત્તાધારી ભા.જ.પ બેક ફૂટ ઉપર આવી ગયું હતું.
શિવરાજપુર સ્થિત જીમીરા રિસોર્ટ માંથી ૨૬ આરોપીઓ સાથે ઝડપાયેલા આ હાઈ પ્રોફાઈલ જુગારધામ ના આ કારનામાઓ સામે પાવાગઢ પી.એસ.આઇ આર.જે.જાડેજાએ તપાસ અહેવાલ અદાલત સમક્ષ રજૂ કર્યો હતો. આ સંદર્ભમાં હાથ ધરાયેલ કાયદાકીય દલીલોની સુનાવણીમાં મદદનીશ સરકારી વકીલ ડી.એન.શર્માની આરોપીઓ વિરુદ્ધની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને હાલોલ અદાલતના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પ્રેમ હંસરાજ સિંહે તમામ ૨૬ આરોપીઓને જુગાર ધારાની કલમ 4 હેઠળ બે વર્ષની સખ્ત કેદની સજા અને પ્રત્યેક આરોપીઓને ત્રણ હજાર રૂ.નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. જોકે આ ૨૬ આરોપીઓ પૈકી બે નેપાળી મહિલાઓ આજના ચૂકાદામાં ગેરહાજર દેખાઈ હતી.!!
શિવરાજપુર પાસે આવેલા વૈભવી જીમીરા રિસોર્ટના સર્વેસર્વા રખેવાળ એવા અમીધર કિશોરભાઈ ટેલરને પોલીસ તંત્ર એ જુગારધામની રેડમાં સાહેદ તરીકે ભલે દર્શાવ્યા હતા. પરંતુ હાલોલ અદાલતના એડી.ચિફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી પ્રેમ હંસરાજ સિંહે જુગાર ધારાના ગુનામાં કસૂરવારની નજરોથી જોઈને પત્નીના નામે લાયસન્સ લઈને જીમીરા રિસોર્ટમાં ચાલી રહેલા આ ગોરખધંધાઓના દૂષણને અટકાવવા માટે લાઈસન્સની શરતોનું ઉલ્લંઘન કર્યું હોવાનો નિર્દેશ કરીને આ લાયસન્સ રદ કરવા માટે પંચમહાલના જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર તથા હાલોલના ડે. કલેકટર ને આ હુકમની નકલ મોકલવાના આદેશ કર્યા હતો.!!
હાઈ પ્રોફાઈલ જુગાર ધામના 26 આરોપીઓ :
(૧) હર્ષદભાઈ વાલજીભાઈ પટેલ (૨) જ્યેશભાઈ રમેશભાઈ આકોલીયા (૩) પ્રમોદસિંહ વિરેન્દ્રસિંહ ક્ષત્રિય (૪) જયેશભાઈ લાલજીભાઈ પટેલ (કામાણી ) (૫) ગીરીશભાઈ કાશીરામ પટેલ (૬) રાજેન્દ્ લાલજીભાઈ પટેલ (૭) દીપેનભાઈ બાબુભાઈ પટેલ (૮) પ્રફુલ્લભાઈ રામભાઈ પટેલ (૯) અનિલભાઈ રમેશભાઈ આકોલીયા (૧૦) નિમેશભાઈ ધીરુભાઈ પટેલ (૧૧) મોનાર્ક ગણપતભાઈ પટેલ ( ધાનાણી ) (૧૨) વિકૃમ મીસીંગ બસ્નેટ (૧૩) શૈલેષભાઈ ધનજીભાઈ માયાણી (૧૪) સંજીવભાઈ બળદેવભાઈ પટેલ (૧૫) મહેન્દ્રભાઈ મણીભાઈ પટેલ (૧૬) જયેશભાઈ રતીભાઈ કાછડીયા (૧૭) વિક્રમભાઈ જેઠાભાઈ પરડવા (૧૮) કેશરીસિંહ જેસંગભાઈ સોલંકી (૧૯) પ્રકાશભાઈ લાલજીભાઈ ચોડવડીયા ( પટેલ ) (૨૦) રોમાકેદાર બસ્નેટ (૨૧) મંજુબેન નારાયણ ખતીવાડા (રર) હર્ષાબેન દિપેનભાઈ ગોરીયા (૨૩) નીતા જલાલ ઉર્ફે વજુભાઈ દઢાણીયા પટેલ (૨૪) મંજુ શીવાકોટી યાદવ (૨૫) બબીતા ગણેશ પોખરેલ (૨૬) પીનાબેન હર્ષદભાઈ પટેલ નાઓને જુગાર ધારાની કલમ -૪ મુજબના સજાને પાત્ર ગુન્હામાં બે વર્ષની સખત કેદની સજા અને દરેક આરોપીઓને રુા. ૩૦૦૦ / – લેખે દંડ ( એમ તમામ આરોપીઓના ગણતા કુલ રૂ. ૭૮૦૦૦ /- ભરપાઈ કરવાનો હુકમ કરવામાં આવે છે . જો આરોપીઓ દંડની રકમ ભરપાઈ કરવામાં કસુર કરે તો વધુ બે માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવે છે.
અદાલત દ્વારા આપવામાં આવેલા આજના ચૂકાદામાં શ્રીમદ ભગવત ગીતાના અધ્યાય 10 માં શ્લોક નંબર 36 ને વંચાણે લઈને કરેલા ઉલ્લેખમાં બ્રહ્માંડમાં અનેક ધુતારા હોય છે. એમા હૂ છળકપટ કરનારાઓમાં ધૃત (જુગાર ) ધૃત યાને જુગારને સર્વોપરી ગણવામાં આવે છે તે જ રીતે કુરાનમાં પણ જુગારને હરામ ગણવામાં આવે છે અને જુગારના આ સામાજિક દૂષણમાં હાર્યો જુગારી બમણું રમે છે .!! નો ઉલ્લેખ કરાયો.
પંચમહાલ રાજુ સોલંકી