ભરૂચમાં આવતીકાલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવવાના હોય આથી કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રાણા દ્વારા કલેકટર સમક્ષ મુખ્યમંત્રીને રૂબરૂ મળી ભરૂચ જિલ્લાના લોક પ્રશ્નો અંગેની વાતચીત કરવી હોય તે માટેની રજૂઆત કરાય છે.
આ લેખિત પત્રમાં જણાવ્યા અનુસાર આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભરૂચ ખાતે આવનાર હોય તો ગુજરાતના મુખ્યમંત્રીને જનહિતના પ્રશ્નોની થોડી રજૂઆત કરવાની હોય જેમાં મુખ્યત્વે મોંઘવારી અને બેકારીથી પીડાઈ રહેલા યુવાનો તેમજ મગના ટેકાના ભાવો અંગે જિલ્લામાં ખેડૂતો ચિંતિત છે ઉપરાંત મહિલાઓ રાંધણગેસના ભાવથી પરેશાન છે તથા રાજ્યમાં ઠેરઠેર કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના અમલમાં લાવવા માટેના આંદોલનો ચાલી રહ્યા છે તો તેનું નિરાકરણ પણ આપણા રાજ્યના મુખ્યમંત્રી આપો તેવી કોંગ્રેસ પક્ષને આશા અને અપેક્ષા છે. ભરૂચ એ ઉદ્યોગ ક્ષેત્ર છે અવારનવાર કામદારોના અકસ્માતો થાય છે જીવની આહુતિ પણ અપાય છે ત્યારે ભરૂચમાં વિધવાઓની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે તો આવા અકસ્માતમાં સમયસર કેસ દાખલ થાય તેવી માંગ છે. ભરૂચમાં હવા પ્રદૂષણના લીધે કરોડો રૂપિયાના પાક નષ્ટ થાય છે, મગના ટેકાના ભાવ હજુ પણ સરકારે નક્કી કર્યા નથી તેમજ સીએનજીના ભાવમાં પણ દિન-પ્રતિદિન વધારો થતાં રિક્ષા ચાલકો પણ મૂંઝવણમાં મુકાયા છે તો આ પ્રકારના અનેક લોકો પ્રશ્નોનો ઉકેલ આપ મુખ્યમંત્રી આપો તેવી અમારી માંગ છે તેમજ ભરૂચમાં કપાસ પકવતા ખેડૂતો જણાવે છે કે કપાસની ખેતીમાં રોગ જોવા મળ્યો છે અને કૃષિ યુનિવર્સિટી દ્વારા પણ પ્રમાણપત્ર પાઠવવામાં આવ્યું છે કે આ રોગ માત્ર રાસાયણિક જંતુનાશકની અસર છે થયો છે તો ભરૂચના અનેક ખેડૂતોને કપાસની ખેતીમાં નુકસાન થયું છે જેમાં ખેડૂતોને મદદ મળી રહે આ ઉપરાંત તુવેર, મગ જેવા પાકોમાં પણ ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તથા ભરૂચમાં શ્રવણ ચોકડી પાસે બ્રિજની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે તેમ છતાં ફ્લાયઓવરનું નિર્માણ વિલંબિત છે જેના કારણે અહીં રોજબરોજ અનેક અકસ્માતો સર્જાતા રહે છે તો તાત્કાલિક ધોરણે આ બ્રિજનું નિર્માણ પણ થાય તેવી ભરૂચ કોંગ્રેસ પક્ષની રજૂઆત છે.