ખેલમહાકુભ ૨૦૨૧- ૨૨ અંતર્ગત અખિલ ભારતીય શાળાકીય રમોત્સવ તેમજ રાજય સરકાર દ્વારા ખેલાડીની પ્રતિભાને ખિલવવા ખેલમહાકુંભમાં વિવિધ રમત સ્પર્ધાનું આયોજન હાય ધરવામાં આવ્યું હતું. આ રમોત્સવમાં અમારી શાળા શ્રી એન. ડી. દેસાઇ સાર્વજનિક હાઇસ્કૂલ, વાંલના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તાજેતરમાં કીમ મુકામે યોજાયેલ સુરત જિલ્લા કક્ષાની તમામ વિભાગ ભાઇઓ બહેનોની ખો ખો સ્પર્ધામાં અમારી શાળાના વિદ્યાર્થીઓએ માંગરોળ તાલુકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં U-17 વિભાગમાં બહેનોની ટીમ પ્રથમ ક્રમે તેમજ U-17 માં ભાઇઓની ટીમ બીજા ક્રમે રહી શાળાનું નામ રમત ક્ષેત્રે રોશન કર્યું છે. આ બંને ટીમોના ૧૬ જેટલા બાળકો ઝોન કક્ષાની ટીમમાં ભાગ લેવા જઇ રહયા છે ત્યારે આ બાળકો તેમજ અન્ય રાજય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામેલા તમામ બાળકોને તેમજ તેમના માર્ગદર્શક દિનેશભાઇ પરમાર અને જીજ્ઞેશભાઇ પટેલને શાળાના આચાર્ય પારસભાઇ મોદી, સ્ટાફગણ તથા ટ્રસ્ટી મંડળે હાર્દિક અભિનંદન સહ શુભેચ્છા પાઠવેલ છે.
પસંદગી પામનાર બાળકો : વિષા ગામીત, ઝીનલ ગામીત, સેજલ વસાવા, ડિમ્પલ ચૌધરી, પુજા વસાવા, કિંજલ ચૌધરી, પુર્ણિકા ચૌધરી, દિવ્યાંગી વસાવા, અલ્ફીયાબીબી પઠાણ, અર્પણ ચૌધરી, દર્શીત ચૌધરી, હિમાંશુ વસાવા, પ્રણય ચૌધરી, નિકુંજ ચૌધરી, કાર્તિક વસાવા, ભાવેશ ચૌધરી.
વિનોદ મૈસુરિયા : વાંકલ