Proud of Gujarat
FeaturedGujaratINDIA

એકતાનગર ટેન્ટ સીટી ખાતે ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજાઈ.

Share

એક્તાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી- 1 માં ભાજપ ST મોર્ચાની રાષ્ટ્રીય કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રીય સંગઠનના મહાસચિવ બી એલ.સંતોષ દ્વારા આ બેઠકનું દીપપ્રગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. ભાજપના એસ.ટી મોર્ચાની બે દિવસીય બેઠકમાં
રાષ્ટ્રીય એસટી મોર્ચાના અધ્યક્ષ સમીર ઉરાવ, રાજ્ય આદિજાતિ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી નરેશ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી નિમિષાબેન સુથાર, ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, ટાઈફેડના ચેરમેન રામસિંહ રાઠવા, ગુજરાત પ્રદેશ આદિજાતિ મોર્ચાના અધ્યક્ષ હર્ષદભાઈ વસાવા,
જિલ્લા પ્રભારી સતીશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ઘનસ્યામ પટેલ સાથે દેશના અલગ અલગ રાજ્યના ST મોરચાના અધ્યક્ષ આ બેઠકમાં હાજર રહ્યા હતા.

આ બેઠકમાં આદિવાસી વિસ્તારોમાં વિકાસ અને આવનારી 2022 ની વિધાનસભા ચૂંટણીમાં st મોરચા દ્વારા કેવા કાર્ય કરવામાં આવશે જેની ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યના આદિજાતિ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે બેઠકમાં આવનારા દિવસોમાં આદિવાસી સમાજની સુખાકારીમાં વધારો કરવા ચિંતન થયું છે. જયારે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે આજનાં અને કોંગ્રેસ સમયનાં ભારતમાં બહુ ફરક છે, આપણે કોરોનામાં
બીજા દેશ પર નિર્ભર નથી રહેવું પડ્યું, 9 મહિનામાં રસી વિકસાવી કરોડો લોકોને રસી આપવામાં આવી, આજે આપણે માસ્ક વગર બેઠા છે તે જ નવા ભારતની ઓળખ છે. આદિવાસી સમાજ માટે સરકારે ખૂબ સારો વિકાસ કર્યો છે.ભાજપા સરકારના શાસનમાં ગ્રામ્ય વિસ્તારોમાં મેડિકલ-ઇજનેરી કોલેજો ખુલી છે.

આ બેઠકમાં આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાજયની તમામ ૨૭ આદિજાતિ બેઠકો કેવી રીતે જીતવી એની રણનીતિ નક્કી કરાઈ હતી ઉપરાંત આ બેઠકમાં આદિવાસી સમાજનાવિકાસ માટે અને આદિવાસી સમાજને અન્ય સમાજની હરોળમાં લાવવા ક્યાં કાર્યો કર્યા, અને સમાજને આગળ લાવવા શું કરવું જોઈએ, સમાજ આર્થિક રીતે સમૃદ્ધથાય, અન્ય સમાજથી પાછળ ન રહે એનું આયોજન નક્કી કરવામાં આવ્યું હતું.

Advertisement

ગુજરાત સરકારનાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે જણાવ્યુંહતું કે આજની બેઠકમાં આવનારા દિવસોમાં આદિવાસી સમાજની સુખાકારીમાં વધારો કરવા ચિંતન થયું હોવાનું જણાવ્યું હતું. જયારે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી નિમિષા સુથારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની તમામ યોજનાઓ આદિવાસી સમુદાય સહિત દરેક વ્યક્તિ સુધી પહોંચે તે માટે બેઠકમાં ચિંતન થયું છે.

દીપક જગતાપ, રાજપીપલા
.


Share

Related posts

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૬૦ વર્ષથી ઉપરના વૃદ્ધોને કોવિડ-19 ની (શિલ્ડ) રસીનો આજે બીજો ડોઝ આપવામાં આવ્યો.

ProudOfGujarat

અમદાવાદ જીલ્લાના વિરમગામમાં સપ્તધારા થી સ્વાસ્થ્ય અંતર્ગત મેલેરીયા અંગે પપેટ શો દ્વારા જનજાગૃતિ કરાઇ.

ProudOfGujarat

ભરુચના ખત્રીવાદમાં ઝાડ ઢરાસાઈ થતાં નગરપાલિકાને જાણ કરાઇ હોવા છતાં કામગીરી ન થતાં સ્થાનિક લોકોએ ઝાડ કાપવા અંગે કામગીરી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!