લીંબડી તાલુકાનુ ભથાણ ગામની અદાજીત 2800 ની વસ્તી ધરાવતું ગામ છે એકાએક ભથાણ ગામે રોગચાળો ફેલાવા પામ્યો હતો ત્યારે જીલ્લા આરોગ્ય તંત્ર, તાલુકા આરોગ્ય તંત્ર, ભથાણ આરોગ્ય તંત્ર દોડતું ભથાણ ગામે આવી પહોંચ્યુ હતું ત્યારે તપાસ કરતા 20 ઉપરાંત 15 થી નીચેની વયનાં બાળકોમા કમળાના લક્ષણો સામે આવ્યા હતા ત્યારે આ રોગચાળો પાણીના સંપના ગંદા પાણી તેમજ સંપની બાજુમાં આવેલ કાદવમા નિકળતી પાણીની લાઈન લીકેજ હોવાથી ફેલાયો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.
લીંબડી તાલુકા વિકાસ અધિકારી હરદેવસિંહ ઝાલા, લીંબડી મામલતદાર આર.જે.ગોહિલ, ડો પંકજ વિઠલાપરા અને સુપરવાઈઝર યાશીન જીવાણી ભથાણ ગામે દોડી આવ્યા હતા અને તાત્કાલિક અસરથી સંપની સફાઈ અને પાણીની લાઈનની તપાસણી અન્ય ગંદકી સાફ કરવાની સુચના આપી હતી ત્યારે તાત્કાલિક અસરથી આ સુચનો અમલ સરપંચ રાધાબેન ભરતભાઈ તેમજ ગ્રામપંચાયતના સભ્યો દ્વારા કરવામાં આવ્યો હતો અને તેમજ આરોગ્ય વિભાગ દ્વારા કમળાના કેસોમા વધારો ના થાય તે બાબતે લોકોને સલા સુચન અને માર્ગદર્શન સાથે લોકોના આરોગ્યની તપાસણી હાલ ધરી છે તેમજ આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓની સમયસર મુલાકાત લેવાનું શરૂ કરી દીધું છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર