Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : કાલોલનાં બેઢીયા ગામે સામાન્ય બાબતે તલવારથી જીવલેણ હુમલાના બનાવથી ચકચાર.

Share

કાલોલ તાલુકાના ટેકરી ફળિયું બેઢિયા ગામે મોટરસાયકલ ઉપર બેસી બેસન લેવા માટે ગયેલ યુવાન ઉપર ચાર માથાભારે શખ્સો દ્વારા ગડદાપાટુનો માર મારી તલવાર વડે હુમલો કરી પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી લોહીલુહાણ કરી ભાગી છૂટયા હતા. લોહીથી લથપથ હાલતમાં રસ્તા ઉપર પડી રહેલ યુવાનને તાબડતોબ 108 એમ્બ્યુલન્સ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર દિલીપ સિંહ ભયજીભાઈ જાદવ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવેલ કે ગઈકાલે રાત્રિના 8.30 કલાકે પોતાનો ભત્રીજો જયદીપભાઈ દલપતસિંહ ચૌહાણ પોતાની મોટરસાયકલ ઉપર બેસન લેવા માટે નીકળ્યા હતા ત્યારે રસ્તામાં લગ્નના વરઘોડામાં કેટલાક માણસો રસ્તા ઉપર ઉભા રહ્યા હતા જેથી જયદીપભાઈ પોતાની મોટરસાયકલ ઉપર હોર્ન વગાડીને આગળ જતાં હતાં ત્યારે લગ્નના વરઘોડામાં ઉભા રહેલા સતીષ ભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ રહે ઉગમણા ભાગ બેઢિયા નાએ જયદીપભાઈને કહ્યું હતું કે તું કેમ હોર્ન વગાડે છે ત્યારે જયદીપ ભાઈ કહ્યું હતું કે ભાઈ મારે પકોડા બનાવવા માટે બેસન લેવા જવું છે અને મોડું થઈ ગયું તેમ કહેતાં સતીષભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ એ જયદીપ ભાઈને બિભત્સ ગાળો બોલતા હતા જયારે જયદીપભાઈ ગાળો બોલવાની ના પાડતાં આવેશે ચઢેલા સતીષભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ એ પોતાના હાથમાની તલવાર જયદીપભાઇ પેટના ભાગે ગંભીર પ્રકારે ઘા મારી ઇજાઓ પહોંચાડી લોહી લુહાણ કરી મૂક્યા હતા જ્યારે તેમની સાથે આવેલા 1. વિપુલસિંહ ગણપતસિંહ ચૌહાણ 2. હિતેશભાઈ રમણભાઈ ચૌહાણ 3. રંગીતસિંહ કોહ્યા ભાઈ ચૌહાણ તમામ રહે ઉગમણા ભાગ બેઢિયા નાઓએ જયદીપભાઈને ગડદાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી હતી. ગંભીર હાલતમાં રસ્તા ઉપર પડી રહેલા જયદીપભાઈને તાબડતોબ 108 એમ્બ્યુલન્સ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાલ તેઓ સારવાર અર્થે દાખલ કરાયા છે. વેજલપુર પોલીસે ચાર માથાભારે શખ્સો વિરૃદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

લીંબડી શાકમાર્કેટ, સરવરીયા હનુમાન મંદિર, ભાડીયા રોડ સહિતનાં અનેક વિસ્તારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી.

ProudOfGujarat

ડેડીયાપાડા : “ચૌવરી અમાસ ” ના દિવસે આદિવાસીઓ દ્વારા બળદની પૂજા અર્ચના કરી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

એસએમઈ (SME) માટે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનું અનોખું ઓનલાઈન બિઝનેસ પ્લેટફોર્મ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!