ભરુચ મુકામે તા.૧૨ મી મેના રોજ દુધધારા ડેરી ગ્રાઉન્ડ ભોલાવ ખાતે ઉત્કર્ષ સમારોહ યોજાનાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિવિધ સરકારી યોજનાઓના ૧૦૦ ટકા સંતૃપ્તિ કરણ માટે ઉત્કર્ષ પહેલ શરુ કરી તે અંતર્ગત તા.૧૨ મીના રોજ ભરુચ ખાતે યોજાનાર ઉત્કર્ષ સમારોહનું આમંત્રણ ઝઘડીયા સુલતાનપુરા ગામે લાભાર્થીઓના ધેરઘેર જઇને પાઠવવામાં આવ્યું હતું. ભરુચ જીલ્લા ભાજપા ઉપપ્રમુખ ઘર્મેન્દ્રસિંહ પરમાર, જીલ્લા ભાજપા મંત્રી વંદનાબેન, ઝઘડીયા તાલુકા મહિલા મોરચાના પ્રમુખ ઇન્દુબેન ચાવડા, ઝગડીયા ગ્રામ પંચાયતના ઉપસરપંચ અને જીલ્લા ભાજપા આદિવાસી મોરચાના મંત્રી વિનોદભાઇ વસાવા, ગ્રામ પંચાયતના તલાટી સહિત અન્ય સ્ટાફ તેમજ મામલતદાર આ કાર્યક્રમમાં જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે ભરુચ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પહેલી જાન્યુઆરી ૨૦૨૨ થી ઉત્કર્ષ પહેલ શરુ કરી, અને માત્ર ત્રણ મહિનાના સમયગાળામાંજ ગંગા સ્વરુપા આર્થિક યોજના, ઇન્દિરા ગાંધી વૃધ્ધ સહાય યોજના, નિરાધાર વૃધ્ધ આર્થિક સહાય યોજના અને રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ ૧૨૮૫૪ બિન- લાભાન્વિત નાગરીકોને સહાયનો ઘેર બેઠા લાભ આપીને ૧૦૦ ટકા સંતૃપ્તિ સાથે ઉત્કર્ષ પરિણામો મેળવ્યા છે. તે અંતર્ગત ભરુચ ખાતે ઉત્કર્ષ સમારોહ યોજાનાર છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ