છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જિલ્લાના છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના તેજગઢ લીમડી બજાર પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે ઇસમને ઝડપી લીધા હતા.
આ અંગે મળતી વિગતો મુજબ ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા મળેલ સુચના અંતર્ગત એચ.એચ.રાઉલજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉપુર પોલીસ સ્ટાફ સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન બાતમી મળી હતીકે તેજગઢ ગામે બે ઇસમ ભારતીય બનાવટના વિદેશી દારુ સાથે જઈ રહ્યા છે. એલસીબીની ટીમે બાતમી મુજબના સ્થળે તપાસ કરતા બે ઇસમ ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઝડપી લેવાયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી રુ.૧,૬૩,૦૮૦ ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારુ તેમજ આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ એક સુઝુકી બ્રેઝા ગાડી GJ-06-FE-8445 ગાડી જેની કિ.રૂ .૬,૦૦,૦૦૦ સાથેજ મોબાઈલ ફોન મળી કુલ રુ. ૭,૬૮,૦૭૦ ના મુદ્દામાલ સાથે (૧) કિરણભાઈ નેવસીંગભાઈ રાઠવા રહે.મોટીસઢલી તા.જી.છોટાઉદેપુર (૨) વિનોદભાઈ નારસીંગભાઈ તોમર રહે.છોટી ચોહજી તા.કઠીવાડા જિ.અલીરાજપુરને લઇને આ સંદર્ભે છોટાઉદેપુર પોલીસ મથકે ફરિયાદ લખાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર