Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુજલામ સુફલામ જળ યોજના અંર્તગત જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ.

Share

કલેકટર કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે સુજલામ સુફલામ જળ સંયચ યોજના અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેકટર એ જિલ્લાના અધિકારીઓ સાથે તળાવો ઉંડા કરવા, હયાત તળાવોનુ મરામત – સાફ સફાઇ તથા નવા તળાવો બનાવવા જેવા કામોની સમીક્ષા કરી હતી, અને બાકી રહેલ કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. ઉપરાંત કલેકટર એ સુજલામ સુફલામ તળાવોના કામો અંગે સરકારના નિયમો અનુસાર કામ કરવા ઉપસ્થિત અધિકારી ઓને જણાવ્યું હતું.

આ સમીક્ષા બેઠકમાં નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ, ડીઆરડીએના ડાયરેકટર જિલ્લાના પ્રાંત અધિકારી ઓ, મામલતદાર ઓ તથા ખેતીવાડી ખાતાના તથા સુજલામ સુફલામ જળ યોજનાના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર ચાર દિવસ બંધ રહેશે…!! જાણો ક્યારે.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ચોરીની બાઈક સાથે એક ઈસમને ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ

ProudOfGujarat

જંબુસર ખાતર ખરીદીમાં ખેડૂતો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!