Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા એમ.એસ યુનિવર્સિટી ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં વિવાદિત ચિત્ર મુદ્દે ABVP દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં પત્રકાર પરિષદ યોજી.

Share

વડોદરામાં ફાઇન આર્ટસ ફેકલ્ટીનાં વિવાદિત ચિત્રનો મામલો હજુ પણ યથાવત રહ્યો છે.

વડોદરાની ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં યુનિવર્સિટીના હેડ ઓફિસ ખાતે એબીવીપી અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું જેમાં ૩૧ વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. યુનિવર્સિટી કેમ્પસમાં તાજેતરમાં એબીવીપી દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુતી ગજરે એબીવીપીના પ્રદેશ મંત્રીનું નિવેદન નોંધ્યું હતું તેમજ પોલીસના આક્રમક વલણને લઇને વિદ્યાર્થીઓમાં રોષ વ્યાપી જવા પામ્યો છે.

એમ.એસ.યુનિવર્સિટીમાં હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરાયું તેમજ ટૂંક સમય પહેલા પોલીસ અને એબીવીપી વચ્ચે ઘર્ષણ થયું હતું તેમાં યુનિવર્સિટી કેમ્પસમાં પોલીસ બોલાવી અને વિદ્યાર્થીઓ સાથે અત્યંત નિંદનીય વ્યવહાર કરવામાં આવ્યો હતો જેમાં અનેક વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા તેમજ વિદ્યાર્થીઓના શરીર પર પોલીસ કર્મીઓ દ્વારા અડપલા પણ કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને ઉચકીને ફેંક્યા હતા અને દંડા પણ માર્યા હતા.જોકે યુનીવર્સીટીના કોઈપણ જવાબદાર વ્યક્તિ દ્વારા આ વિશે વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની પૂછપરછ હાથ ધરવામાં આવી નથી. વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે યુનિવર્સિટીના સભ્યો દ્વારા કોઈ ત્વરિત કાર્યવાહી કરવામાં આવે એના બદલે કમિટી બનાવી ઢોંગ કરી કોઇ નક્કર કાર્યવાહી હાલના સંજોગોમાં પણ કરવામાં આવેલ નથી. પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ સાથે અત્યંત ગેરવર્તન કરવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓ પર કોઈ પણ રાજકીય પાર્ટીના દબાણ હેઠળ કાર્યવાહી કરાઈ હતી. આ તકે પોલીસ કોઇ નક્કર કાર્યવાહી કરવાને બદલે પ્રાઇવેટ એજન્ટની ભૂમિકા ભજવી રહ્યા હોય તેવું વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે. જ્યાં સુધી વિદ્યાર્થીઓને યોગ્ય રીતે ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આંદોલન યથાવત રાખવામાં આવશે તેમજ પોલીસ પણ કોઈપણ પ્રકારની વિદ્યાર્થીઓને મદદ ન કરતી હોય જેથી વિદ્યાર્થીઓ દ્વારા કોર્ટ કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ આજે યુનિવર્સિટી કેમ્પસમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

માંડવી રિવરફ્રન્ટ ખાતે આદિવાસી વિકાસ વિભાગ દ્વારા વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્‍લામાં ખાસ ગ્રામ સભાનું આયોજન ૨જી ઓક્ટોબરથી ૩૧મી ડિસેમ્‍બર દરમિયાન જિલ્‍લામાં ૪૮૭ ખાસ ગ્રામ સભાઓ યોજાશે

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના અમરાતપરા ગામમાં સીમમાં ચાલતી દેશી દારૂની મીની ફેકટરી ઉપર પોલીસનો સપાટો,મોટી માત્રામાં દારૂનો જથ્થો કબ્જે કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!