હાલ ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે, તેવામાં મરઘાઓના ટપોટપ મોત થયા હોવાના અહેવાલો સામે આવતા તંત્રએ પણ દોડવું પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે, આમોદ નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં અસંખ્ય મરેલા મરઘા કોઈ અસામાજીક તત્વો નાંખી ગયા હોય તેવી ઘટના સામે આવી છે.
નદીમાં અસંખ્ય મૃત હાલતમાં મરઘા જોવા મળતા આ મરઘાઓના મોત અંગેના ચોક્કસ કારણો શોધવા માટે તંત્રએ તપાસ કરવી ખૂબ જરૂરી છે, કારણ કે આ મરઘાના મોત કોઈ રોગચાળાથી થયા છે કે પછી બર્ડફલૂ જેવી બીમારીએ જિલ્લામાં દસ્તક આપી છે તેવી બાબતો મૃત મરઘાના ઢગ બાદથી લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની હતી.
મહત્વની બાબત છે કે થોડા સમય અગાઉ પશુપાલન વિભાગના તંત્ર દ્વારા બર્ડ ફલૂ જેવી બીમારીથી સાવચેત રહેવા માટે જિલ્લાના વિવિધ મરઘા કેન્દ્રો પરથી નમૂના લઇ તેને ટેસ્ટ માટે પુનાની લેબમાં મોકલવામાં આવ્યા હતા, જેમાં આમોદ તાલુકામાંથી તંત્રએ મોટા પ્રમાણમાં નમૂના લીધા હતા, જે બાદ આજે અચાનક આટલા મોટા પ્રમાણમાં મરઘાના મોત અંગેના અહેવાલો સામે આવતા લોકોમાં પણ મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
હારુન પટેલ : ભરૂચ