Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદની દીનશા પટેલ નર્સિંગ કોલેજની દીકરીઓને ‘ધ કન્વર્ઝન’ ફિલ્મ બતાવાઇ.

Share

હાલ સમાજમાં લવજેહાદના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. જેમને જાગૃત કરવાના પ્રયાસરૂપે ફિલ્મો આવી રહી છે. જેમાંની એક ફિલ્મ ‘ધ કન્વર્ઝન’ થિયેટરોમાં રજૂ થઇ છે. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા તેમના ખર્ચે દીનશા પટેલ નર્સિંગ કોલેજની દીકરીઓને આ ફિલ્મ બતાવવામાં આવી હતી.

લવ જેહાદ મામલે દીકરીઓમાં જાગૃતિ લાવવા ‘ધ કન્વર્ઝન’ ફિલ્મ તાજેતરમાં રિલીઝ થઈ છે. નડિયાદના એક થિયેટરમાં આ ફિલ્મ રીલિઝ થતાં તેને હિન્દુ સંગઠનોના લોકો દ્વારા યુવાઓ અને હિન્દુ દીકરીઓને બતાવવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં હિન્દુ દીકરીઓને આ ફિલ્મ બતાવી જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રેમલગ્ન બાદ ધર્માંતરણ જેવા મુદ્દા પર આધારિત આ ફિલ્મ છે. ફિલ્મ જોયા બાદ દીકરીઓએ પ્રતિક્રિયા પણ આપી છે. જેમાં એક દીકરીએ જણાવ્યું હતું કે માવતરની મરજી વિરૂદ્ધમાં જઈને કદી લગ્ન ન કરવા જોઈએ. આપણા માઁ-બાપ પોતાના સંતાનોનું સારૂ જ વિચારે છે માટે આમ ન કરવું જોઈએ.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

માંગરોળ : વાંકલ ગામે ચૂંટણી અનુસંધાને સીઆરપીએફ જવાનો અને પોલીસે પેટ્રોલિંગ કર્યું.

ProudOfGujarat

ગુજરાત કોંગ્રેસે કર્યા સંગઠનમાં ફેરફાર, અમદાવાદ સહિત 10 જિલ્લાઓના પ્રમુખોની કરી નિમણૂક

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલ માં બન્યો હાસ્યસ્પદ બનાવ.એક બાઈક ચાલક પોતાની પત્નીને લઈ સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં ઘુસ્યા.સિવિલ પર હાજર પોલીસ કર્મીએ વચ્ચે આવી બાઈક ચાલક પતિ-પત્નીને બાઈક સમેત બહાર કાઢ્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!