ભરૂચ જિલ્લામાં નવા પોલીસ વડા તરીકેનો હવાલો ડો.લીના પાટીલે સંભાળ્યા બાદથી બુટલેગરો અને જુગારી તત્વો સામે લાલઆંખ કરી છે, છેલ્લા એક માસમાં અનેક સ્થળે દારૂ, જુગાર પર પોલીસે દરોડા પાડી કેટલાય તત્વોની શાન ઠેકાણે પાડી છે, ત્યારે વધુ એક વાર પોલીસે જુગરધામ ઝડપી પાડી ૧૧ જુગારીઓને જેલના સળિયા ગણતા કર્યા છે.
અંકલેશ્વર શહેરના તાડ ફળીયા વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટી ખાતે ત્યાં રહેતો દલપત વસાવા જુગારધામ ચલાવી રહ્યો હોવાની બાતમી શહેર પોલીસને મળતા પોલીસે સ્થળ પર પહોંચી દરોડા પાડતા કુલ ૧૧ જેટલા જુગારીઓને હજારોની રોકડ સહિત ૧,૧૮,૮૮૫ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતા જુગારીઓમાં ફફડાટનો માહોલ છવાયો છે.
અંકલેશ્વર શહેર પોલીસે પાડેલ દરોડામાં હારજીતનો જુગાર રમતા (૧) નરેશભાઈ ઉર્ફે બેરો રમણ વસાવા (૨) હરેશકુમાર ગોરધનભાઈ પાટણવાડીયા (૩) સોક્ત અલી જાફર અલી સૈયદ (૪) ફરીદ રશીદ શેખ (૫) કાળિયાભાઈ છનાભાઈ વસાવા (૬) હસમુખ હિરલાલ ટાંક (૭) રામ સિનેહી ગિલુવા વર્મા (૮) શંભુ રામ મગન રામ (૯) રાજકુમાર ગણેશભાઈ ચૌહાણ (૧૦) જીતેશકુમાર અમ્રુત લાલ સોલંકી (૧૧) પરિમલ દાસ મોહનદાસ નાઓને પોલીસે ઝડપી પાડી તમામ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
હારુન પટેલ