Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : જામલી ખાતે વિધાનસભા વિપક્ષ નેતા સુખરામ રાઠવાના પિતાના બેસણામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ પાઠવી.

Share

મુખ્યમંત્રીએ છોટાઉદેપુરના જામલી ખાતે પહોંચી સુખરામ ભાઈ રાઠવાને મળી સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ છોટાઉદેપુરના કાર્યક્રમો પૂર્ણ કરી, રસ્તા માર્ગે કવાંટ તાલુકાના જામલી ગામે પહોંચ્યા હતા અને વિરોધ પક્ષના નેતા અને પાવી જેતપુરના ધારાસભ્ય સુખરામભાઈ રાઠવા અને તેમના પરિવારજનોને મળ્યા હતા. તેમણે તાજેતરમાં થયેલા પિતૃ શોક અંગે દુઃખની લાગણી વ્યક્ત કરતા સદગતને હાર્દિક શ્રદ્ધાંજલી આપી હતી અને પરિવારજનોને સાંત્વના સંવેદના પાઠવી હતી. તેમના પિતા હરિયાભાઈ રાઠવાનું તાજેતરમાં અવસાન થયું હતું. આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષાબેન સુથાર, ધારાસભ્ય અભેસિંહ તડવી સહિતના નેતાઓ તેમની સાથે જોડાયા હતા.

ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

પીજીઆઈએમ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ‘પીજીઆઈએમ ઇન્ડિયા સ્મોલ કેપ ફંડ’ ની રજૂઆત…

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં રાજના જૂના એકડા પાટીદાર સમાજના પ્રમુખની ચૂંટણીમાં પ્રફુલ મોતિભાઈ પટેલ ચૂંટાયા.

ProudOfGujarat

નવસારી : ખેર ગામમાં વીજપોલમાં ધડાકાભેર બાઇક અથડાતાં 2 ના મોત, 1 ગંભીર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!