Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નબીપુર ગામે સ્થાનિક પોલીસના સહયોગથી જન જાગૃતિ અંતર્ગત લોક દરબાર યોજાયો.

Share

ગત તા. 4 મે 2022 ની રાત્રે ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે સ્થાનિક પોલીસના સહયોગથી ગુજરાત પોલીસ દ્વારા એક જન સંપર્ક અભિયાન અંતર્ગત લોક દરબારનું આયોજન કરાયું હતું. જેમાં અતિથિ વિશેષ તરીકે 2018 ની બેચના IPS ઓફિસર ASP વિકાસ સુનંદા ઉપસ્થિત રહયા હતા. તેમની સાથે નબીપુર પોલીસ સ્ટેશનના PSI એ.કે. જાડેજા તેમના સ્ટાફ સાથે હાજર રહયા હતા. ASP સાહેબે પોતાના પ્રવચનમાં પ્રજાને પોલીસ અને જનતા વચ્ચેના સંબંધની સમજ પૂરી પાડી હતી. પ્રજાને કોઈપણ જાતની સમસ્યા કે કોઈ તકલીફ હોય તો સ્થાનિક પોલીસનો સંપર્ક કરતા ખચકાવું નહીં અને જો જરૂર પડે તો ASP ઓફીસ ભરૂચનો સંપર્ક કરવો અને પોલીસને મદદરૂપ થવાની અપીલ પણ કરી હતી.

ASP એ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ પ્રજામા જઇ લોક દરબાર કરી જનતામાં જાગૃકતા લાવવા માટે આવા કાર્યક્રમો યોજવા જઇ રાહી છે તેમાં બરૂચ જિલ્લામાં આ પ્રથમ કાર્યક્રમ હતો જેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે જે પછી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આવા કાર્યક્રમોનું આયોજન થશે. ASP સાહેબે નબીપુરની જનતા નો આ કાર્યક્રમમાં હાજર રહી સાંભળવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મંચ ઉપર નબીપુરના PSI એ.કે.જાડેજા, નબીપુર તાલુકા પંચાયતના સભ્ય શકીલ અકુજી, નબીપુરના સરપંચ સિરિનબેન, ડે. સરપંચ હાફેઝી ઈકરામભાઈ તથા ગ્રામ પંચાયતના સભ્યો ઉપસ્થિત રહયા હતા. ગામના સરપંચ, ડે. સરપંચ, સભ્યો અને ગામના આગેવાની દ્વારા ASP, PSI અને અન્યોનું સ્વાગત પુષ્પગુચ્છ દ્વારા કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું નબીપુરના PSI એ.કે.જાડેજા ની દોરવણી હેઠળ ગ્રામ પંચાયતે સુંદર આયોજન કર્યું હતું. નબીપુર પોલીસ સ્ટેશન ના સ્ટાફે સુંદર કામગીરી બજાવી હતી. આ કાર્યક્રમમાં મહિલાઓની સૂચક હાજરીથી નાયબ પોલીસ અધિક્ષક પ્રભાવિત થયા હતા.

યાકુબ પટેલ, ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : તાજિયા કમિટી દ્વારા વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસનનું ફૂલહારથી સન્માન કરાયું

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ગરમીનો પ્રકોપ ૪૦ ડીગી તાપમાન વચ્ચે જીલ્લાનાં લોકો પરસેવે રેબઝેબ, ગરમીથી ત્રહિમામ.

ProudOfGujarat

આંતરરાષ્ટ્રીય વીડ કોન્ફરન્સમાં કૃષિ મહાવિદ્યાલયના ભરૂચના કૃષિ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!