ભરૂચ જિલ્લામાં નવા પોલીસ વડા તરીકે નો હવાલો ડો.લીના પાટીલે સંભાળ્યા બાદથી દારૂ-જુગાર જેવી પ્રવૃત્તિ ઓ કરતા તત્વો પર સપાટો બોલાવ્યો છે, જિલ્લામાં એક માસમાં અનેક બુટલેગરો અને જુગારીઓ જેલના સળિયા ગણતા થયા છે, ત્યારે વધુ એકવાર પોલીસે જુગાર ધામ પર દરોડા પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કરવામાં સફળતા મળી છે.
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ઝરણા વાડી ગામ ખાતે નવી વસાહતની પાછળ ના ભાગે આવેલ ખેતરમાં વૃક્ષની નીચે જુગાર ધામ ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડતા પાંચ જેટલા જુગારીઓ ઝડપાઇ ગયા હતા તેમજ અન્ય ૬ જેટલા જુગારીઓ ફરાર થતા મામલે તમામ ને પોલીસે વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
નેત્રંગ પોલીસની પકડમાં (૧) ગોનજી ભાઈ કુરિયા ભાઈ ચૌધરી (૨) રાજેશભાઇ ઉર્ફે આજો મનજીભાઈ વસાવા(૩) નરોત્તમ માધિયાભાઈ વસાવા (૪) દિનેશભાઇ લક્ષ્મણભાઈ વસાવા તેમજ (૫) લક્ષમણ પુનિયા વસાવા તમામ રહે,ઝરણાવાડી નાઓને રોકડ રકમ સહિત મોટરસાયકલો મળી કુલ,૧,૫૩,૦૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા જુગારીઓમાં ફફડાટની લાગણી છવાઈ જવા પામી હતી.
હારુન પટેલ : ભરૂચ