ચાર દિવસ અગાઉ ગુમ થયેલા સ્વામી હરિહરાનંદને વડોદરા પોલીસે નાસિકથી શોધી કાઢ્યા છે. આજે તેમણે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવશે.
જુનાગઢ ખાતે આવેલ ભારતી આશ્રમના મહંતસ્વામી હરિહરાનંદ ભારતીજી વડોદરાની કપુરાઈ ચોકડીથી ગુમ થયાની અરજી વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસે પણ તેમની શોધખોળ હાથ ધરી હતી, ગુમ થયાની રાત્રે તેઓ કપુરાઈ ચોકડી નજીક આવેલી હોટલ ક્રિષ્ના બહાર લાગેલા CCTVમાં કેદ થયા હતા. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે 5 ટીમ બનાવી હતી તેમજ તેમના અંગે માહિતી આપનારને પણ ઇનામ આપવાની જાહેરાત પણ કરી હતી. 30 એપ્રિલ ના રોજ તેઓ અમારા આશ્રમ કેવડિયાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા માટે નીકળ્યા હતા. ત્યારબાદ વડોદરામાં રહેતા તેમના સેવક રાકેશભાઈને ત્યાં રાત્રિ ભોજન કરવા માટે ગયા હતા. આ દરમિયાન તેમણે કારેલીબાગ ખાસવાડી સ્મશાન ખાતે તેમના શિષ્ય કાળુ ભારતી પાસે જવાનું કહેતાં રાકેશભાઇ ડોડિયાએ હરિહરાનંદ મહારાજને કપુરાઇ ચોકડી પાસે આવેલી પોલીસ ચેકપોસ્ટની પાછળ હનુમાન દાદાની ડેરીએ કારમાંથી ઉતાર્યા હતા. ત્યારબાદ તેઓ આશ્રમ પરત ફર્યા ન હતા.
આ મુદ્દે વડોદરા ક્રાઈમ બ્રાન્ચના પીઆઇએ જણાવ્યું છે કે મહામંડલેશ્વર સ્વામીની વડોદરા આવ્યા બાદ બંધ બારણે પૂછપરછ કરવામાં આવશે. તેઓનું હાલ જણાવવાનું છે કે જે કંઈ પણ જમીન મામલાનો વિવાદ હતો તેના લીધે માનસિક ત્રાસના કારણે આશ્રમ છોડીને ગયા હતા. ભારતી આશ્રમના મહંત છેલ્લા ત્રણ દિવસ પહેલા કપુરાઈ ચોકડીથી ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ પોલીસે હોટેલ ક્રિષ્ના બહાર લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ પાંચ ટીમ બનાવી મહંતની શોધખોળ હાથ ધરી હતી ત્યારે આજે હરિહરાનંદ બાપુને તેમના જ એક સેવક એ શોધી કાઢ્યા છે જે અંગેની જાણ વડોદરા ક્રાઈમ બ્રાન્ચને થતાં મહંતને વડોદરા ખાતે નિવેદન નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આગળ આ મામલે જો મહંત જણાવશે કે વિશ્વાસઘાત સહિતની બાબતો જણાવશે તો આગામી સમયમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એ દિશામાં પણ પ્રયત્ન હાથ ધરવામાં આવશે. હાલના તબક્કે નાશિકથી હરિહરાનંદને વડોદરા ખાતે લાવવામાં આવ્યા છે