Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ સહીત ખેડા જિલ્લામાં ઈદ-ઉલ-ફિત્ર પર્વની ઉજવણી કરાઇ.

Share

નડિયાદ સહીત ખેડા જિલ્લાના મુસ્લિમ બિરાદરો રમઝાન માસની શરૂઆતથી જ ઇબાદતમાં લાગી ગયા હતા. રોજા રાખી ઇબાદત કરતા હતા અને આખો દિવસ ઇબાદતમાં ગુજારતા હતા.

ઈદ-ઉલ-ફિત્ર હોય મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઈદના દિવસે વિવિધ મસ્જીદ, ઈદગાહમાં જઈ મુસ્લિમ બિરાદરોને ઇદની નમાઝ અદા કરી હતી અને બાદમાં એકબીજાને ભેટીને ઈદની મુબારક પાઠવી છે. છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારી કારણે ઇદના તહેવારની ઉજવણી ફીકી હતી. પરંતુ આ વર્ષે ભારે ઉત્સાહથી ઉજવણી થઇ છે. નડિયાદ શહેરમાં શહેર કાજી સૈયદ અબ્દુલહૈઇ બીસ્મીલ્લાહુમીય કાદરી દ્વારા નડિયાદમાં ઈદ નમાજ ઈદના દિવસે અમદાવાદી દરવાજા બહાર આવેલ શાહિ ઈદગાહમાં નમાઝ પઢવામા આવી હતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

નડિયાદ શ્રી સંતરામ વિદ્યાલય ખાતે ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

ઝધડીયાના પોરા ગામના નર્મદા કિનારેથી મગર પકડી વનવિભાગને સોપાયો

ProudOfGujarat

દિલ્હીના કર્તવ્ય પથ પર ગુજરાતની ”ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત” વિષય આધારિત સાંસ્કૃતિક ઝાંખીએ ગ્રાન્ડ રિહર્સલમાં આકર્ષણ જમાવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!