Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગૃહ રાજયકક્ષાના મંત્રી હર્ષ સંધવીએ હાઇ પર્ફોમન્સ સેન્ટર, નડિયાદની મુલાકાત લીધી.

Share

ખેલ મહાકુંભમાં ચાલુ સાલે ૫૫.૫૯ લાખ રમતવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ ખાતે દેશનું શ્રેષ્ઠ સરકારી રમતગમત સંકુલ છે તેમ આજે રમત ગમત સંકુલની મુલાકાતે આવેલ રાજયકક્ષાના ગૃહ, રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજયકક્ષાના મંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું હતું.

આજે વહેલી સવારે મંત્રી હર્ષ સંધવી નડિયાદ મરીડા ભાગોળ ખાતે આવેલ સ્પોર્ટસ કોમ્પ્લેકસની મુલાકાતે આવ્યા હતા. ખેડા જિલ્લા પોલીસ દ્વારા મંત્રી ને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ મંત્રી એ સંકુલમાં આવેલ રમતના મેદાન, ઇન્ડોર રમતના સ્ટેડીયમ, આર્ચરી, સ્વીમીંગ, વોલીબોલ, કરાટે-જૂડો જેવી રમતો રમતા ખેલાડીઓની મુલાકાત લીધી હતી. તેઓ એ ખેલાડીઓ સાથે ચર્ચા કરી ખેલાડીઓની જરૂરીયાતો અને માંગણીઓની જાણકારી મેળવી હતી. મંત્રી એ પ્રસંગે જણાવ્યું હતું કે, આજે ગુજરાત સરકારના રમત ગમત વિભાગના મોટાભાગના અધિકારીઓ અહિ મુલાકાતે આવ્યા છે. દરેક ગુજરાતીને રમતવીરો પ્રત્યે મોટી અપેક્ષાઓ છે. તત્કાલિન મુખ્ય મંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના રમતમવીરોને પ્રોત્સાહન મળે અને તેઓમા રહેલી શક્તિઓ બહાર આવે એટલા માટે રમગ ગમત વિભાગને ખુબ જ પ્રોત્સાહન આપ્યું છે હજુ પણ રાજય સરકાર રમતવીરોને પડતી તકલીફો દૂર કરી તેઓને શ્રેષ્ઠ રહેવા, ખાવાની, કોચની અને સાધનોની સગવડતા પુરી પાડવા કટીબધ્ધ છે. દિવ્યાંગ રમતવીરો માટે પણ સરકાર હજુ વધુ સગવડો ઉભી કરવા વિચારી રહી છે. ખેલ મહાકુંભે ગુજરાતના રમતવીરોને અલગ પ્લેટફોર્મ પૂરું પાડયું છે. તેના કારણે રાજયના રમતવીરો દેશમાં અને વિદેશમાં સારી નામના મેળવી ગુજરાતનું નામ રોશન કરી રહયા છે.સમગ્ર દેશમાં ગુજરાતના રમતવીરોને શ્રેષ્ઠ પ્રોત્સાહન આપવામાં આવે છે તેમજ તેમની તમામ જરૂરીયાતોને સંતોષવામાં આવે છે. સારા કોચ, સારા ઇન્ફ્રાસ્ટ્રકચર, સારા સાધનો અને શ્રેષ્ઠ રહેવાની સાથે સાથે અભ્યાસની સગવડો પણ પુરી પાડવામાં આવી રહી છે. નડિયાદ સંકુલમાં રહેતા ખેલાડીઓની દૈનિક ભોજન મર્યાદા ગ઼. ૩૬૦/- થી વધારીને રૂ.૪૮૦/ કરવામાં આવી છે તેમ મંત્રી એ જણાવ્યું હતું. મંત્રી એ વર્ષ ૨૦૨૨-૨૭ની નવી સ્પોર્ટસ પોલીસીની માહિતી આપી હતી. તેઓ એ સરકારી સંકુલને સાચવવાની પણ ખેલાડીઓને હાકલ કરી હતી. મંત્રી એ પદક વિજેતા ખેલાડીઓ સાથે ચર્ચા કરી હતી. આ પ્રસંગે આર.જે હર્ષીલ સાથે દેશ-વિદેશમાં નામના મેળવનાર રમતવીરોનો વાર્તાલાપ યોજાયો હતો. જયારે પ્રાસુ જૈનએ રાજય સરકારના રમત ગમત વિભાગની વિગતો આપી હતી. કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણએ પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇ, માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, આઇજી ચંદ્રશેખરજી, પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, અજયભાઇ બ્રહ્મભટ્ટ, નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ, નાયબ પોલીસ અધિક્ષક બાજપાઇ, રમત ગમત વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સીનીયર કોચ મનસુખભાઇ, રમત ગમત અધિકારી ચૌધરી, વિવિધ રમતોના કોચ ઓ અને મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહયા હતા.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

વડોદરા : ઇકો ગાડીના સાયલેન્સરોની ચોરી કરનાર બે આરોપીઓને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

ProudOfGujarat

દુર્ઘટના ટળી : ભરૂચ, નબીપુર નજીક અપ લાઇનનો પાટો તૂટી જતા રેલવે તંત્રમાં દોડધામ, ગણતરીના સમયમાં રીપેરીંગ કાર્ય હાથ ધરાયુ.

ProudOfGujarat

ભરૂચ : સી.એમ આવવાના હોય અને રસ્તાઓનું પેચવર્ક ૮૦% થયું હોવાનું જુઠાણું ચલાવ્યું હોવાનું ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિનો દાવો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!