વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જ ઈલેકશન વોર્ડ, વહીવટી વોર્ડ કાર્યરત કરવામાં આવ્યા છે ત્યારે તેની સાથે સંખ્યાબંધ કર્મચારીઓની બદલીઓનો પણ ઓર્ડર કરવામાં આવ્યો છે, જે બદલી આડેધડ કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે વડોદરા મહાનગરપાલિકાના રજિસ્ટર્ડ કર્મચારી યુનિયનો દ્વારા કર્મચારીઓને સાથે રાખી પાલિકાની વડી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. જેની સાથે કર્મચારીઓની પડતર માંગણીઓ માટે પણ તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા કરવામાં આવેલી બદલીઓમાં દિવ્યાંગ કર્મચારીઓ અને અનુભવી કર્મચારીઓની બદલીના કારણે મુશ્કેલી પડતી હોવાનું યુનિયનના આગેવાનો એ જણાવ્યું હતું સાથે જ ચોથા વર્ગના કર્મચારીઓની કાયમી કરવાના હુકમ સામે પાલિકા એ કરેલી અપીલનો વિરોધ કરવામાં આવ્યો હતો. બદલી અને પડતર પ્રશ્નોના સંદર્ભે આજે કર્મચારીઓએ પાલિકાની વડી કચેરીના પટાંગણમાં એકત્ર થઈ સુત્રોચ્ચાર કર્યા હતા અને તે બાદ શાલિની કમિશનર શાલિની અગ્રવાલને રજૂઆત કરી હતી.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા વહીવટી વોર્ડના કર્મચારીઓની બદલી કરાતા સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો.
Advertisement