વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવેલા સરદાર એસ્ટેટ પાછળ આવેલ ભાગ્ય લક્ષ્મીનગર પાસે છેલ્લા 10 દિવસથી પાણીની લાઇન લીકેજ છે જેના કારણે હજારો લીટર પાણીનો બગાડ થઇ રહ્યો હોય તેવું વડોદરા શહેરના શિવસેનાના ઉપપ્રમુખ તેજસ બ્રહ્મભટ્ટે જણાવ્યું છે.
શિવસેનાના ઉપપ્રમુખ દ્વારા અનેક વખત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાણીના બગાડ અટકાવવા વિશે રજૂઆત કરવામાં આવેલ છે તેમ છતાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારની નક્કર કામગીરી હાથ ધરવામાં નહીં આવતા ફરી એક વખત શિવસેનાના ઉપપ્રમુખ દ્વારા છેલ્લા દસ દિવસથી પૂર્વ વિસ્તારમાં આવેલ સરદાર એસ્ટેટ પાછળ ભાગ્ય લક્ષ્મીનગર પાસે પાણીની લાઇન લીકેજ થવાના કારણે પાણીનો વ્યય થાય છે. ઉપરાંત સરકાર દ્વારા બનાવવામાં આવેલા પોર્ટલો એપ કે અન્ય કામગીરી સદંતર નિષ્ફળ નીવડી છે જેમાં રજૂઆતો કરવા છતાં પણ સમસ્યાનું કોઇ પણ પ્રકારનું નિરાકરણ થતું નથી. છેલ્લા દસ દિવસથી પૂર્વ વિસ્તારના લક્ષ્મીનગર પાસે પાણીની લાઇન લીકેજ હોવાને કારણે હજારો લીટર પાણી વેડફાટ થઈ રહ્યો છે જે પાણીને રોકવા માટે પાણીનો વ્યય થતો અટકાવવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ શિવસેનાના ઉપપ્રમુખ દ્વારા રજૂઆત કરાઇ છે.
વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીની લીકેજના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ.
Advertisement