Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી અમદાવાદ હાઈવે પર કટારીયાના પાટીયા પાસે અકસ્માત સર્જાતા ૪ લોકોના મોત.

Share

લીંબડી અમદાવાદ હાઇવે પર કટારીયા ગામ પાસે ઇકો કાર અને લકઝરી વચ્ચે અકસ્માત સર્જાતા 4 વ્યક્તિઓના કરૂણ મોત નીપજયાં હતા.

પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટથી યુવાનો લગ્ન પ્રસંગે રાજસ્થાન જઇ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો જેમાં લીંબડી તાલુકાના કટારીયા ગામના પાટિયા પાસે ઈકો કાર અને લકઝરી વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં ૪ વ્યક્તિઓ જેમાં સાગર જગદીશભાઇ વૈષ્ણવ, સમાં ઇમરાનભાઇ કરીમભાઈ, અનિલ ભાઇ, સંદીપભાઇનું મોત નીપજયું હતું. અને રાજભાઈ લિંબાડ, રાઘવ ભાઇને ઇજાઓ પહોંચી હતી જેઓને સારવાર અર્થે ૧૦૮ દ્રારા હોસ્પિટલ ખસેડાયા હતા. તમામ રાજકોટના હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે ક્યાંકને ક્યાંક અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક હળવો કરાવવાંની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

સુરતમાંથી સારોલી પોલીસે 8 કિલો 315 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એકને પકડ્યો

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે વિધવા બહેનોને પાલેજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ વસ્તુઓનું વિતરણ કરાયું હતું.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : ચુડાના કુડલા ગામે પશુ ચારવા બાબતે જુથ અથડામણ , 10 થી વધુ લોકોને ગંભીર ઇજાઓ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!