નડિયાદ નગરપાલિકામાં શનિવારે બપોરે ૧૨ ક્લાકે સામાન્ય સભા યોજાઇ હતી. પાલિકાની સભામાં પ્રમુખ રંજનબેન વાઘેલા દ્વારા એજન્ડાના ૧ થી ૨૫ કામો રજૂ કરવામાં આવ્યા હતા. તે પૈકી ઉપપ્રમુખ કિન્તુભાઇ દેસાઇ પ્લાનીંગસમિતિ ચેરમેન વિજ્યભાઇ પટેલ, એજન્ડાના કામ નં ૩, ૫, ૯, ૧૦,૧૧,૧૮ અને ૨૩ કામનો વિરોધ કર્યો હતો. તેમજ એજન્ડામાં જુદી-જુદી ગ્રાન્ટો પૈકી રૂ.૮ કરોડથી વધારે ગ્રાન્ટના આયોજનના કામોની જવાબદારી પ્રમુખ અને સીઓને સત્તા આપવાનો નિર્ણયના એજન્ડા કામનો વિરોધ કરવામાં આવ્યો હતો. પ્રજાના હિતમાં કામ અને સત્તાપક્ષના સદસ્યોને વિશ્વાસમાં લીધા વિના એજન્ડામાં કામો નક્કી કરવામાં આવે છે. જયારે વિરોધપક્ષના સભ્ય માજીદખાન પઠાણ, ગોકુલ શાહે પણ એજન્ડામાં વિકાસ ખર્ચ નહીં દર્શાવીને પાલિકાના મ્યુનિસિપાલીટીના એકટનો ભંગ કરવામાં આવ્યો છે.
આ સભામાં ઇન્ચાર્જ ચીફઓફિસર રાજુભાઇ શેખ તથા પાલિકા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સભા બાદ કાઉન્સીલરે પાલિકામાં વોર્ડમાં ગટર પાણી, રસ્તા, સ્ટ્રીટ લાઇટ સહિત વિકાસના કામો નહીં થવાથી નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તેવી રજૂઆત ઇન્ચાર્જ ચીફઓફિસરને પણ કરવામાં આવી હતી.
નરેશ ગનવાણી : નડિયાદ