તા.૨૯ એપ્રિલનાં રોજ ભરૂચ સ્થિત એમ કે કોમર્સ કોલેજમાં અનુભવી આવકવેરા અધિકારીઓ બી. એસ મીના, રાધિકા ફાળકે, કવચ વસનીયા અને (C.A ) મહાવીર જૈન દ્વારા આવકવેરા અને ભારતીય અર્થતંત્રમાં તેનું મહત્વ અંગે એક સમૃદ્ધ સેમિનાર યોજવામાં આવ્યો હતો.
વૈશ્વિક પ્રણાલીઓ સાથે એમ કે કોમર્સ કોલેજ સમાજ માટે કરનું મહત્વ અને વિવિધ આર્થિક ક્ષેત્રોમાં તેની અસરો વિશે સેમિનાર દ્વારા જાણકારીનો વિસ્તાર વધારે છે. આપણે આપણી જાતને નિર્ણાયક વિચારસરણી, નૈતિક તર્ક અને બીજા ઘણા ક્ષેત્રોમાં પ્રોત્સાહિત કરવાના છે એ હેતુને ધ્યાનમાં રાખી આ આવકવેરા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એમ કે કોમર્સ કોલેજના આચાર્ય ડોક્ટર વિજય જોશીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. વિકાસના ક્ષેત્રમાં સતત પ્રયાસોથી, જવાબદાર નાગરિક બની અને પ્રમાણિક કરદાતા બને અને દેશના અર્થતંત્ર, કુદરતી સંસાધનો અને સમાજના કલ્યાણમાં યોગદાન આપે.