“સુખી મુખ્ય નહેરમા લાશ હોવાની વાયુ વેગે લોકોને ખબર પડતા લોકોના ટોળા લાશની ઓળખ માટે એકઠા થયા હતા પરંતુ લાશની ઓળખ ન થતા પોલીસે કબજો લઇ પાવીજેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે કોલ્ડ રૂમમાં મુકવામાં આવી હતી”.
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના લીંબાણી હદમાંથી પસાર થતી મુખ્ય સુખી નહેરમા સામેથી તણાઈ આવેલી યુવાનની લાશ ગેટમા ફસાયેલી હાલતમાં મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. વહેલી સવારે એક અજાણ્યા શખ્સ પોતાના ખેતરમા કામ અર્થે જઈ રહ્યો હતો ત્યારે તેની નજર સામેથી તણાઈ આવેલી લાશ ઉપર અચાનક નજર પડતા નજીકના લીંબાણી ગામના સરપંચનો સંપર્ક કરી જાણકારી આપી હતી. ત્યારબાદ સરપંચ દ્વારા જેતપુર પોલીસને જાણ કરતા પાવી જેતપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અજાણ્યા શખ્સની લાશનો કબજો લઈ પાવીજેતપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ કર્યા બાદ જ માલુમ પડશે કે હત્યા છે કે આત્મહત્યા એ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. વારંવાર કેનાલમાથી લાસ મળવાની ઘટના બનતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. બીન વારસદાર લાશનો પોલીસે કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર